મુંબઇ: ગયા વર્ષે 21 જૂને રિલીઝ થયેલી શાહિદ કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ 'કબીર સિંઘ' ને યાદ કરતાં નિમરત ખેતાનીએ કહ્યું હતું કે, કોઈ પણ અસલ ફિલ્મનું રિમેક બનાવવું મુશ્કેલ છે. તેમા ઘણા બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત, 'કબીર સિંઘ' એ 2017 ની તેલુગુ બ્લોકબસ્ટર 'અર્જુન રેડ્ડી' ની રીમેક છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ખેતાનીએ જણાવ્યુ, "અસલ ફિલ્મ સાથે ચેડા કર્યા વિના ફિલ્મનું ફરી રિમેક કરવું એક મોટો પડકાર છે." ખેતાનીએ જણાવ્યુ "જ્યારે મેં આ ફિલ્મ બનાવી ત્યારે મને ખાતરી હતી કે, તે લોકોને ગમસે અને હકીકતમાંં તેવુ જ બન્યું હતુ" પ્રેક્ષકોએ આ ફિલ્મને જે રીતે પ્રેમ આપ્યો તેના માટે હું હંમેશા આભારી રહીશ. "
ફિલ્મ 'કબીર સિંઘ' માં શાહિદ કપૂર સાથે કિયારા અડવાણી અને નિકિતા દત્તા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી હતી. ફિલ્મના ગીતોને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.