હૈદરાબાદઃ કર્ણાટકમાંથી ઉદ્ભવેલા હિજાબ વિવાદની (Hijab Row) ગરમી હવે બોલિવૂડ (Bollywood hijab) સુધી પહોંચી ગઈ છે. અભિનેત્રી શબાના આઝમી અને કંગના રનૌત આ ગંભીર મુદ્દે સામસામે (Hijab bollywood actress ) આવી ગયા છે. આ પહેલા ગીતકાર જાવેદ અખ્તરે હિજાબ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આ બાદ કંગનાએ હિજાબ વિવાદમાં અફઘાનિસ્તાનનું નામ લઇને આ મુદ્દાની આગમાં બળતણ ઉમેરવાનું કામ કર્યું છે. હિજાબ પર કંગનાની પોસ્ટ પર શબાના આઝમીએ કંગનાને જડબાતોડ જવાબ આપ્યો છે.
કંગનાએ હિજાબને લઇને પોસ્ટ કરી
કંગના વિવાદીત નિવેદન કે પોસ્ટ કરી વારંવાર ચર્ચામાં રહેતી હોય છે, તેમાં કોઈ નવાઈ નથી, ત્યારે પાછલા દિવસોમાં, જ્યારે કંગનાએ દેશમાં કોરોના વાયરસની જેમ ફેલાતા હિજાબના મુદ્દા પર પોસ્ટ કરી તો વાતાવરણ વધુ ગરમ થઈ ગયું હતું. કંગનાએ પોસ્ટમાં હિજાબ વિશે સ્પષ્ટ લખ્યું હતું કે, જો તમારામાં હિંમત હોય તો અફઘાનિસ્તાનમાં બુરખો ન પહેરો. કંગનાએ લખ્યું, 'જો તમારે હિંમત બતાવવી હોય તો અફઘાનિસ્તાનમાં બુરખો ન પહેરીને બતાવો, આઝાદ રહેતા શીખો, પોતાને પિંજરામાં બંધ ન કરો'.
શબાનાએ કંગનાની આ પોસ્ટ પર આપ્યો જવાબ
હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમીની નજર, જ્યારે કંગનાની આ પોસ્ટ પર પડી તો તેણે કંગનાને જવાબ આપવો જરૂરી માન્યું. શબાનાએ કંગના રનૌતની ઈન્સ્ટા સ્ટોરી હિજાબ પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું, 'જો હું ખોટી હોય તો મને સાચી સાબિત કરે, પરંતુ અફઘાનિસ્તાન એક ધાર્મિક રાજ્ય છે અને મેં આ પહેલા જોયું હતું કે, ભારત એક બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક પ્રજાસત્તાક હતું.?'
આ પણ વાંચો: HIJAB ROW : જ્યારે દીપિકા પાદુકોણથી લઈને આલિયા ભટ્ટ સુધી ફિલ્મોમાં હિજાબ અને બુરખો પહેર્યો!
જાવેદ અખ્તરે હિજાબ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો
તે જ સમયે, ગુરુવારે, પ્રખ્યાત ગીતકાર અને શબાના આઝમીના પતિ જાવેદ અખ્તરે હિજાબ મામલે પોતાનો અભિપ્રાય શેર કરી તેણે સ્ટેન્ડ લીધું હતુ. તેણે ટ્વીટમાં કહ્યું હતું કે, 'હું ક્યારેય હિજાબ અને બુરખાના પક્ષમાં નથી રહ્યો અને હજુ પણ આ જ વાત પર કાયમ છું, પરંતુ મને માત્ર આ ગુંડાના ટોળા પ્રત્યે નફરત છે, જે છોકરીઓના નાના જૂથને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શું આને મર્દાનગી માનવામાં આવે છે, આ ખૂબ જ શરમજનક છે.
જાણો સમગ્ર મામલો
તાજેતરમાં, દક્ષિણી રાજ્ય કર્ણાટકના ઉડુપીની સરકારી ગર્લ્સ પીયૂ કોલેજની કેટલીક વિદ્યાર્થીનીઓએ તેની વેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેઓ હિજાબ પહેરે છે એટલે તેમને ક્લાસમાં જવાની મંજૂરી આપવામાં આવી નથી. આ બાદ, એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં એક જૂથ બુરખો પહેરેલી છોકરીની પાછળ વિરોધ કરતું જોવા મળ્યું હતું. કંગના, શબાના અને જાવેદ સહિત અનેક ફિલ્મી હસ્તીઓએ આ ગંભીર મુદ્દા પર પોતાના મંતવ્યો આપ્યા છે, જેમાં કમલ હાસન અને હેમા માલિનીના નામનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: સિચ્યુએશનલ કોમેડી કલાકાર અમોલ પાલેકરની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા ભર્તી