મુંબઈ: ફિલ્મ 'સેક્શન 375' આગામી 23 માં શાંઘાઇ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ચીનમાં પ્રદર્શિત કરવામાં આવશે. ફિલ્મ ફેસ્ટિવલ 25 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ચાલશે. ફિલ્મ 'સેક્શન 375'ની સ્ક્રીનિંગ તારીખો 26, 30, 31 જુલાઈ અને 1 અને 2 ઓગસ્ટ 2020 છે.
અજય બહલ દ્વારા દિગ્દર્શિત, 'સેક્શન 375' એક કોર્ટરૂમ ડ્રામાં ફિલ્મ છે. જેમાં મીરા ચોપડા દુષ્કર્મનો ભોગ બનેલી અંજલિ દંગલના કેસની લડાઇ લડી રહી છે. જેમાં ઋચા ચઢ્ઢા સરકારી વકીલની ભૂમિકા ભજવે છે. અક્ષય ખન્ના દુષ્કર્મના આરોપીને બચાવતા જોવા મળશે.
આ ફિલ્મ ભારતીય દંડ સહિતાની કલમ 375 પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જે અંતર્ગત કોઈ પણ સ્ત્રી સાથે તેની સંમતિ વિના શારીરિક સંબધો બનાવવામાં આવે તો તે દુષ્ક્રમનો આરોપ લગાવી શકે છે.
અજય બહલ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં ઋચા ચઢ્ઢા, અક્ષય ખન્ના, રાહુલ ભટ્ટ અને મીરા ચોપરા છે. ભૂષણ કુમાર, કિશન કુમાર, કુમાર મંગલ પાઠક અને અભિષેક મંગલ પાઠકે આ ફિલ્મ બનાવી છે