ETV Bharat / sitara

સારા અલી ખાન ભાઈ ઇબ્રાહિમ સાથેના પોઝને લઇ થઇ ટ્રોલ

સારા અલી ખાને તેના સોશિયલ મિડિયા પર ભાઇ ઇબ્રાહિમ અલી ખાન સાથે એક તસવીર શેર કરી હતી. જેમાં તે બિકીનીમાં જોવા મળી હતી. તેણે આ તસવીર શેર કરતા જ તેના પ્રશંસકોએ તેને ટ્રોલ કરી હતી. આ તસવીર જોઈને ટ્રોલર્સે કહ્યું કે, શરમ કર કોઈ બીજી તસવીર શેર કરી હોત.

author img

By

Published : Mar 6, 2020, 11:31 AM IST

ibrahim
સારા અલી ખાન

મુંબઇ : 'સિમ્બા' એભિનેત્રી સારા અલી ખાન હાલમાં એક પછી એક ફિલ્મને લઇને ચર્ચામાં છે, ત્યારે સારા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ પોસ્ટ દર્શકોને શેર કરતી હોય છે. સારાએ પોતાના ભાઇ ઇબ્રાહિમ સાથે હાલમાંં જ એક તસવીર શેર કરી હતી. જેના માટે તેને ટ્રોલ કરવામાં આવી હતી.

હાલમાં જ સારા તેના ભાઇ ઇબ્રાહિમ અને માતા અમૃતા સિંહ સાથે માલદીવ પહોચી હતી. જયાં તેણે તેના ભાઈ સાથે ઘણી તસવીર શેર કરી હતી. તે તસવીરમાં સારા બિકીનીમાં જોવા મળી હતી. તેણે તસવીર સાથે કેપ્શનમાં લખ્યું કે, 'હેપી બર્થ ડે ભાઈ હું તને એટલો પ્રેમ કરૂ છું કે, તને તેનો અંદાજો પણ નથી. આજે હું તને ખુબ મિસ કરી રહી છું. કાશ તું મારી સાથે હોત'.

સારાના આ પોસ્ટથી તે ખૂબ ટ્રોલ થઇ હતી. તેના પ્રંશસકોનું કહેવું છે કે, સારાએ તેના ભાઇને વિશ કરવા કોઇ બીજી તસવીર શેર કરી હોત. ત્યાં અમુક લોકોએ કહ્યું કે, સારાએ શરમ કરવી જોઇએ. જયાં એકે ટ્રોલરે કહ્યું કે, આવો પોઝ ભાઈ સાથે કોણ આપે. ત્યાં એક યૂઝરે સારાનો બચાવ કરતા કહ્યું કે, તેહઝિબ શરીરમાં નહીં પણ આંખોમાં હોવી જોઈએ.

સારા અલી ખાનની હાલમાં જ આવેલી ફિલ્મ 'લવ આજકલ 2' રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યને પણ કામ કર્યું છે, પરંતુ આ ફિલ્મ બોકસ ઓફિસ પર સારી કમાણી કરી શકી નહી.

સારા તેની ફિલ્મ 'કુલી નં 1'ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપુરની ફિલ્મની રિમેક છે. આ ફિલ્મમાં સારા વરૂણ ધવન સાથે જોવા મળશે. વરૂણના પિતા આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. સારા આ ફિલ્મ ઉપરાંત અક્ષય કુમાર અને ધનુષ સાથે ફિલ્મ ' અતરંગી રે ' માં કામ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.