મુંબઇ: મધર્સ ડેના દિવસે દરેક લોકો પોતાની માતાને ખુબ પ્રેમ આપીને આ દિવસની ઉજવણી કરે છે. ત્યારે બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને પણ 'મધર્સ ડે' નિમિત્તે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો સારાના જન્મનો છે, ફોટામાં સારાની નાની તેને ખોળામાં લઈને બેઠી છે, જ્યારે અમૃતા સિંઘ બેડ પર સુઇ રહી છે.
- View this post on Instagram
Meri Maa ki Maa 💁🏻♀️🤰🤱🏻🙇🏻♀️ Thank you for creating Mommy 💝🙏🏻👩👧👧🐣🐥🐤 #HappyMothersDay
">
મધર્સ ડે નિમિત્તે સારાએ આ તસવીર શેર કરી અને લખ્યું, "મારી માતાની માતા. મોમને જન્મ આપાવ બદલ આભાર. 'મધર ડે' ની શુભેચ્છા." સારાની આ પોસ્ટ ખૂબ વાઇરલ થઈ રહી છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, સારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેના ચાહકો સાથે તે પ્રોફેશનલ અને પર્સનલ લાઇફના અપડેટ્સ શેર કરતી રહે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા ટૂંક સમયમાં 'કુલી નંબર વન'માં જોવા મળશે. આ ફિલ્મમાં સારા સાથે અભિનેતા વરૂણ ધવન જોવા મળશે.