મુંબઈ: અભિનેતા સંજય દત્તે સોમવારે તેની માતા લેજન્ડરી વોકલ એક્ટ્રેસ નરગિસ દત્ત માટે એક વીડિયો શેર કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. અભિનેતા તેમને 'બેસ્ટ મધર' માને છે.ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં 'ખલનાયક' એક્ટરે કહ્યું, 'હેપ્પી બર્થડે મધર, મિસ યુ.'
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વીડિયોમાં નરગિસજીની કેટલીક તસવીરો છે, જેમાં તેમની ફિલ્મોના શ્રેષ્ઠ દ્રશ્યો, પતિ સ્વ.સુનિલ દત્ત સાથે વિતાવેલી કેટલીક ક્ષણો અને બાળકો સાથે યાદગાર પળોનો સમાવેશ છે. સંજયે તેની માતાને યાદ કરતાં કહ્યું કે, 'શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ પત્ની અને શ્રેષ્ઠ માતા.'
સંજય દત્તના બોલિવૂડ ડેબ્યૂના થોડા દિવસો પહેલા નરગિસનું 1981માં કેન્સરના કારણે નિધન થયું હતું. રાજકુમાર હિરાનીની બાયોપિક ફિલ્મ 'સંજુ' માં સંજય અને તેની માતા નરગિસ વચ્ચેના મજબૂત સંબંધની કેટલીક ઝલક બતાવવામાં આવી છે.