મુંબઈ: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે મુંબઈ પોલીસ સતત તેની સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે. તેની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ની કો-સ્ટાર સંજના સાંઘી બાંદ્રા સ્થિત પોલીસ સ્ટેશનમાં તેનું નિવેદન નોંધાવવા પહોંચી હતી. જેની મુંબઈ પોલીસે પૂછપરછ હાથ ધરી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
હાલમાં સંજના સાંઘીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, તે આજકાલ એક અલગ દૃષ્ટિકોણથી સંજોગો જોઈ રહી છે. બધું એકલા કરવું એ અઘરું પડી રહ્યું છે. ફિલ્મ બ્લોકબસ્ટર બનવાની હશે તો ચાહકોના પ્રેમને કારણે બની જ જશે. પરંતુ દરેક ફિલ્મને બોક્સ ઓફિસની જરૂર નથી હોતી. ફિલ્મને લઈને સ્ક્રીનનો આકાર મહત્વનો નથી. પણ તેને મળતો પ્રેમ મહત્વનો છે.
ઉલ્લેખનીય છે કે સુશાંતના ચાહકો દ્વારા તેની અંતિમ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરવાની માગ કરવામાં આવી હતી. જેથી તેઓ છેલ્લીવાર તેને બિગ સ્ક્રીન પર જોઈ શકે. પરંતુ સંજનાએ આ વાત અંગે તેના સોશીયલ મીડિયા પર પોસ્ટ લખી તેને કોઈપણ સ્ક્રીન સાથે સ્વીકારવાની વાત કરી હતી.