ન્યૂઝ ડેસ્ક: સના ખાને તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યુમાં બ્રેકઅપનો ખુલાસો કર્યો છે. આ સાથે જ ઈન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ શેર કરી છે. તેમણે મીડિયા સાથેની ચર્ચામાં કહ્યું કે, મેં મેલ્વિનને બ્રેકઅપ કરી દીધું છે. તે કહે છે કે, મેલ્વિન તેની સાથે હંમેશા છેતરપિંડી કરી છે. જેથી તેને દુ:ખ પહોંચ્યું છે. તે દિલથી સંબંધ નિભાવી રહીં હતી, પરંતુ તેને રિલેશનશિપમાં દગો મળ્યો છે. તેણે કહ્યું કે, હું ખુબ દુ:ખી છું અને બ્રેકઅપે મને ઝટકો આપ્યો છે. હું ખૂબ ચિંતામાં અને ડિપ્રેશનમાં છું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સનાએ ઈન્સ્ટાગ્રામમાં લાંબી પોસ્ટ કરીને લખ્યું કે, મેલ્વિન ધૃણાથી ભરાયેલો વ્યક્તિ છે. મેં તેના પર સંપૂર્ણ વિશ્વાસ કર્યો અને તેના બદલામાં મને દગો મળ્યો છે. સના ખાને બૉયફ્રેન્ડ પર ઘણી બધી છોકરીઓ સાથે છેતરપિંડી કરવાનો આરોપ પણ લગાવ્યો છે. સનાની આ પોસ્ટ પર સંભાવના સેઠ અને શ્રદ્ધા આર્યા જેવી એક્ટ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
ઈન્ટરવ્યુમાં સના ખાને કહ્યું કે, ઘણા લોકો પાસેથી જાણવા મળ્યું છે કે મેલ્વિન મારી સાથે છેતરપિંડી કરે છે. આશંકા જતાં જ્યારે મે તેના ફોનની તપાસ કરી, ત્યારે તેમણે મારી પાસેથી ફોન ઝૂંટવી લીધો અને મેસેજ ડિલીટ કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, સના ખાને 2014માં આવેલી ફિલ્મ 'જય હો'માં સલમાન થાન સાથે કામ કર્યું છે. આ ઉપરાંત 'વજહ તુમ હો' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.