મુંબઈ : સલમાન ખાનની સાથે 1995માં આવેલી ફિલ્મ 'વીરગતિ'માં કામ કરી ચૂકેલી અભિનેત્રી પૂજા ડડવાલે અભિનેતા પાસે આર્થિક મદદ માંગી છે. અભિનેત્રી બિમાર છે અને તેમને કોરોના સંક્રમિત છે.
પૂજાએ એક લીડિગ પોર્ટલની સાથે વાતચીત કરતા કહ્યું કે, મે પહેલા પણ સલમાન પાસે મદદ માંગી હતી. તેમણે 6થી 8 મહિના સુધી સારવાર માટે મદદની માંગ કરી છે. ત્યારબાદ ગોવામાં રહેવાની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે.
ગોવામાં પતિ સાથે રહેનારી પૂજાએ કહ્યું કે, તે કોરોના ટેસ્ટથી ડરી રહી છે. અભિનેત્રીએ કહ્યું કે, તેમની પાસે કોરોના ટેસ્ટ કરાવવાના પૈસા નથી. અભિનેત્રી કહ્યું કે, તેમના ઘર પાસે કુલ 4 કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે.