ઈન્દોરઃ IIFA એવોર્ડ 2020નું આયોજન મધ્યપ્રદેશના ભોપાલમાં અને ઈન્દોરમાં થવાનું છે. જેની ઔપચારિક જાણકારી અભિનેતા સલમાન ખાન 3 ફેબ્રુઆરીએ આપશે. એક ખાનગી રિપોર્ટ અનુસાર, સલમાન ખાન MPના મુખ્યપ્રધાન કલમનાથ સાથે એક પ્રેસ કૉન્ફરન્સ કરશે, ત્યારે અભિનેતા સાથે કેટરીના કેફ અને દીપિકા પાદુકોણ હાજર રહેશે. IIFA એવોર્ડ 2020નું આયોજન 27થી 29 માર્ચ વચ્ચે ભોપાલ અને ઈન્દોરમાં કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે, 1 ફેબ્રુઆરીએ MPના મુખ્યપ્રધાન કલમનાથ સાથે સલમાન ખાને IIFA એવોર્ડને લઈને ચર્ચા કરી કરશે. IIFA એવોર્ડમાં 400થી વધુ કલાકારો સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 5 હજારથી વધુ લોકો હાજર રહેશે. જેથી કાર્યક્રમના આયોજન માટે નેહરૂ સ્ટેડિયમ નક્કી કરાયું હોવાનુ શક્યતાં છે. આયોજક કંપની વિઝાક્રાફ્ટને હોલકર સ્ટેડિયમ અને ડેલી કૉલેજની લોકસંસ્થાની પણ મુલાકાત લીધી છે.
નોંધનીય છે કે, જનસંપર્ક પ્રધાન પી.સી શર્માએ જણાવ્યું હતું કે, "IIFA 2020નું આયોજન માર્ચ મહિનામાં મધ્યપ્રદેશના ઈન્દોરમાં થશે. આઈફા દ્વારા કરાયેલા પ્રસ્તાવને મુખ્યપ્રધાન કલમનાથે મંજૂર કર્યો છે." વર્ષ 2000થી આંતરરાષ્ટ્રીય ઈન્ડિયન ફિલ્મ એકેડમી સમારોહનું આયોજન વિશ્વના પ્રમુખ શહેરોમાં થઈ રહ્યું છે. આ પહેલા આ સમારોહનું આયોજન લંડનમાં જ કરવામાં આવતું હતું. IIFA સાથે ફિલ્મ જગતની મહાન હસ્તી અમિતાભ બચ્ચન સહિત અનેક અભિનેતા જોડાયેલા છે. જેથી મધ્યપ્રદેશના મહાનગરોમાં આ કાર્યક્રમનું આયોજન થતાં તેનું પ્રદર્શન વિશ્વભરમાં કરવામાં આવશે.
આ અંગે વાત કરતાં પ્રધાન શર્માએ કહ્યું હતું કે, "IIFA 2020ના આયોજકો દ્વારા 70 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ એવોર્ડ સમારોહનું પ્રસારણ દુનિયાના 90 દેશોમાં કરવામાં આવશે. આ એવોર્ડ સમારોહનો મધ્યપ્રદેશ સરકાર સહયોગ કરશે. કારણ કે, આ કાર્યક્રમના કારણે મધ્યપ્રદેશમાં ટેલિવિઝન અને ફિલ્મનને પ્રોત્સાહન મળશે. આ સાથે જ મધ્યપ્રદેશના પ્રવાસી સ્થળો માટે એક નવી તક ઉભી થશે."