ETV Bharat / sitara

કોવિડ-19: સલમાન ખાને પુરૂં કર્યું પોતાનું વચન, અકાઉન્ટ ડિટેઇલ્સ મળતાં જ રોજિંદા મજૂરોને મોકલ્યા રૂપિયા - સલમાન ખાને રોજિંદા મજૂરોને આપ્યા કરોડો

કોરોનાની મહામારીમાં લૉકડાઉનને લીધે રોજિંદા મજૂરો સૌથી વધુ પરેશાન થયા છે. પરંતુ મજૂરોની સહાયતા કરવાનું વચન આપ્યા બાદ નિભાવતા સલમાન ખાને ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં રોજિંદા મજૂરી કરનારા 16 હજાર મજૂરોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું છે.

Etv Bharat, Gujarati News, Bollywood News, Covid 19 Donation, salman donation
salman donation
author img

By

Published : Apr 8, 2020, 10:26 AM IST

મુંબઇઃ સલમાન ખાનની ફિલ્મ 'વૉન્ટેડ'નો એ ડાયલગ તો તમને યાદ જ હશે જેમાં સલમાન કહેતા જોવા મળે છે કે, 'એક બાર જો મૈંને કમિટમેન્ટ કર દી ફિર તો મેં અપને આપકી ભી નહીં સુનતા'. ફિલ્મમાં જ નહીં પરંતુ સલમાને રિયલ લાઇફમાં પણ પોતાના કમિટમેન્ટને પુરૂં કર્યું છે. સલમાન ખાને થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે, તે લૉકડાઉનને કારણે બેરોજગાર થયેલા ઇન્ડસ્ટ્રીના રોજિંદા મજૂરોની મદદ કરશે, ત્યારે મંગળવારે સલમાને પોતાનું આ વચન પુરૂં કર્યું છે.

જી હાં, બૉલિવૂડના ભાઇજાન સુપરસ્ટાર સલમાને થોડા દિવસો પહેલા જ વચન આપ્યું હતું કે, તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા 25 હજાર રોજિંદા મજૂરોનો ખર્ચ ઉપાડશે, ત્યારે મંગળવારે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને ઇમ્પોલ્યઝના 19 હજાર કર્મીઓના અકાઉન્ટ ડિટેલ્સનું લિસ્ટ મળ્યું છે.

અમૂક મજૂરોએ કહ્યું કે, તેની આર્થિક સ્થિતિ એટલી સારી છે કે, તે સંકટ સમયે આ સ્થિતિનો સામનો કરી શકે છે. તેમણે એવા લોકોની મદદ કરવાની અપીલ કરી કે, આ સમયે જેમની સ્થિતિ ખૂબ જ દયનીય હોય. એક લીડિંગ પોર્ટલ સાથેની વાતચીતમાં સલમાનના મેનેજર જૉડી પટેલે જણાવ્યું કે, સલમાન આવતા મહીને પણ જરુરિયાતમંદોની મદદ કરશે.

FWICEના જનરલ સેક્રેટરી અશોક દુબેએ આ પહેલની સરાહના કરતા કન્ફર્મ કર્યું કે, 'સલમાન ખાને 25 હજાર કર્મીઓની ડિટેલ્સ માગી હતી. અમને 19 હજાર મેમ્બર કર્મચારીઓની ડિટેલ્સ મળી છે. અન્ય 3 હજાર કર્મીઓ યશરાજ ફિલ્મ્સ તરફથી 5 હજાર રુપિયાની મદદ મળી છે. આ માટે 19 હજા કર્મચારીઓનું લિસ્ટ સલમાન ખાનને મોકલવામાં આવ્યું છે. તેમણે પૈસા ટ્રાન્સફર કરવાનું શરુ કર્યું છે. જલ્દી જ તમામ લોકોને રુપિયા મળી જશે. '

આ ઉપરાંત અશોક દુબેએ કહ્યું કે,FWICEએ પ્રોડ્યુસર ગિલ્ડથી 1.5 કરોડ રુપિયા સ્વીકાર્યા છે. એસોસિએશનને આગળ પણ વધુ મદદ મળશે. સલમાન ખાન દ્વારા પૈસા ટ્રાન્સફર કર્યા બાદ FWICE અન્ય મેમ્બર વર્કર્સની ગણતરી કરશે અને તેમને પણ રુપિયા વહેંચશે. જો લૉકડાઉન વધે છે તો મજૂરોની કઇ રીતે મદદ કરવામાં આવશે, તે વિશે પણ નિર્ણય લેવામાં આવશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.