મુંબઈ: અનુરાગ કશ્યપે તેની નેટફ્લિક્સ ફિલ્મ ‘ચોકડ: પૈસા બોલતા હૈ’ ની મુખ્ય અભિનેત્રી સંયામી ખેરને ફિલ્મનો ભાગ બનવા બદલ આભાર માન્યો હતો. આ ફિલ્મને આજથી ત્રણ વર્ષ પહેલાં નોટબંધીના સમયમાં શૂટ કરવામાં આવી હતી.
અનુરાગે એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો હતો જેમાં તે સંયામીને આનંદથી ભેટી પડતો જોવા મળી રહ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અનુરાગે લખ્યું, " સંયામીએ શરવરી તાઈ સાથે એક કિચન સિકવંસ શૂટ કરવાની હતી જે તેણે એક જ શોટમાં પૂરી કરી હતી અને તેમાં ઘણું સારું કામ કર્યું હતું.”
અમે એ દૃશ્યનું ફરીવાર શૂટિંગ ન કર્યું. તેણે મારા પર ભરોસો મૂક્યો અને ફિલ્મ રિલીઝ માટે ત્રણ વર્ષ કરતા પણ વધુ રાહ જોઈ."