- અભિનેત્રી કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો
- કરીનાએ સૈફ અલી ખાનની ફિલ્મ 'ભૂત પોલીસ'નું ફર્સ્ટ પોસ્ટર કર્યું શેર
- ફિલ્મનું પોસ્ટર્સ જોઈને દર્શકોની આતુરતાનો આવ્યો અંત
અમદાવાદ: દર્શકો લાંબા સમયથી બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan)ની ફિલ્મ ભૂત પોલીસ (Bhoot Police)ની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે દર્શકોની આતુરતાનો થોડોક અંત આવ્યો છે. કારણ કે, આજે ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થયું છે. ફિલ્મની સ્ટારકાસ્ટે પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ (Social media account)પર ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કર્યું છે. જ્યારે સૈફ અલીની પત્ની અભિનેત્રી કરીના કપૂરે (Kareena Kapoor) પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ પોસ્ટર શેર કર્યું છે. જો કે, ફિલ્મનું પહેલું પોસ્ટર જોઈને દર્શકો રાજી થઈ ગયા છે. આ સાથે જ પોસ્ટર શેર કરીને તેમના ફેન્સને એ પણ જણાવ્યું હતું કે, આ ફિલ્મ ટૂંક જ સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ (Digital platform)પર રિલીઝ થશે.
ફિલ્મમાં અર્જુન, યામી, જેકલીન જેવા સ્ટાર્સ પણ દેખાશે
ફિલ્મ 'ભૂત પોલીસ'ના નવા પોસ્ટરમાં સૈફ અલી એક નવા જ લુકમાં જોવા મળી રહ્યો છે. આ પોસ્ટરમાં જોઈ શકાય છે કે, સૈફ અલીએ બ્લેક કલરનું જેકેટ પહેર્યું છે. જ્યારે ગળામાં ચેન જોવા મળી રહી છે. અભિનેત્રી કરીના કપૂરે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, પેરાનોર્મલથી ના ડરો અને વિભૂતિ સાથે સુરક્ષિત અનુભવ કરો. આપને જણાવી દઈએ કે, ફિલ્મના આ પોસ્ટર રિલીઝ પછી ફેન્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ફિલ્મમાં સૈફની સાથે સાથે અર્જુન કપૂર, જૈકલીન ફર્નાન્ડિઝ અને યામી ગૌતમ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે આ ફિલ્મનું નિર્દેશન પવન કૃપલાનીએ કર્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">