મુંબઈ: અભિનેતા સૈફ અલી ખાન બૉલિવૂડમાં લાંબા સમયથી સક્રિય છે. તેમજ અભિનેતાનો પરિવાર પર ઇડસ્ટ્રીની સાથે સારા સબંધો જોવા મળ્યા છે, પરંતુ તેમ છતાં સૈફ અલી ખાન નેપોટિઝ્મનો શિકાર બન્યા છે. તેમના કરિયર પર પણ નેપોટિઝ્મની અસર જોવા મળી છે. સૈફે એક વેબિનારમાં ચોંકાવનારી વાત કરી હતી.
સૈફે કહ્યું કે, નેપોટિઝ્મનો શિકાર તો હું પણ થયો હતો. બિઝનેસ આવી રીતે જ ચાલે છે. હું કોઈનું નામ લેવા માંગતો નથી. નેપોટિઝ્મનો શિકારએ લોકો થાય છે, જે કામને કાબીલ હોય છે ખુબ સારા કલાકારને છોડી અન્યને લેવામાં આવે છે. જેમાં ટેલેન્ટ હોતું નથી. મારી પાસે કોઈ જવાબ નથી, પરંતુ આવું થાય છે.
સૈફે સુશાંત સિંહ રાજપુતના નિધન પર વિચાર રજૂ કરતા કહ્યું કે, હું માનતો હતો કે, ઇડસ્ટ્રીમાં નેપોટિઝ્મ થાય છે. ઇડસ્ટ્રીમાં આ સંધર્ષ તો ચાલતો રહે છે. કેટલાક આઉટસાઉડર્સ તેમના દમ પર બૉલિવૂડમાં એક અલગ સ્થાન બનાવે છે. તે પંકજ ત્રિપાઠી અને નવાજની સફળતા જોઈ ખુબ ખુશ છે.