ETV Bharat / sitara

મહેશ ભટ્ટ નિર્મિત ફિલ્મ સડક-2 નું પહેલું સોંગ 'તુમ સે હી' રિલીઝ - Latest song of film sadak 2

આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂરની આગામી ફિલ્મ સડક-2નું 'તુમ સે હી' ગીત રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર પછી આ ગીત ફરી એકવાર લોકોની નારાજગીનો શિકાર બન્યું છે.

મહેશ ભટ્ટ નિર્મિત ફિલ્મ સડક 2 નું 'તુમ સે હી' સોંગ થયું રિલીઝ

author img

By

Published : Aug 16, 2020, 10:51 PM IST

મુંબઇ: બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદથી નેપોટીઝમનો મુદ્દો ચર્ચામાં છે. આ દરમિયાન આલિયા ભટ્ટની ફિલ્મ 'સડક-2' નું ટ્રેલર રિલીઝ થયું હતું. જેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. સૌથી વધુ નાપસંદ કરેલી વીડિયોમાં આ ટ્રેલર ત્રીજા નંબર પર પહોંચી ગયું છે.

હવે ફિલ્મનું નવું ગીત પણ રિલીઝ થઈ ગયું છે. જેનું ટાઇટલ 'તુમ સે હી' છે. ગીતનો ઓડિયો થોડા દિવસો પહેલા જ રિલીઝ થયો હતો. આ એક રોમેન્ટિક ગીત છે, જે આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર પર ફિલ્માવવામાં આવ્યું છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ફિલ્મનું ગીત પણ આ ફિલ્મની થોડી ઝલક આપે છે. હ્રદય સ્પર્શી ગીતનાં શબ્દો શબ્બીર અહેમદે લખ્યા છે. 'તુમ સે હી' ગીત અંકિત તિવારી અને લીના બોઝે ગાયું છે અને તેનું સંગીત અંકિત તિવારીએ આપ્યું છે.

આ ફિલ્મમાં સંજય દત્ત પણ મહત્વની ભૂમિકામાં છે. આ સિવાય ફિલ્મમાં માર્કંડ દેશપાંડે, જીશુ સેનગુપ્તા, ગુલશન ગ્રોવર સહિત ઘણા સ્ટાર્સ છે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 28 ઓગસ્ટ, 2020 ના રોજ રજૂ થશે.

સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ નેપોટિઝમની અસર આ ફિલ્મ પર જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે, મહેશ ભટ્ટના 'સડક 2' નું ટ્રેલર યુટ્યુબ પર લોન્ચ થયા બાદ અત્યાર સુધીમાં 8 લાખથી વધુ ડિસલાઇક મળી છે. ફિલ્મના ફર્સ્ટ લુકની જાહેરાત થઈ ત્યારથી ટ્વિટર પર # બોયકોટસડક 2 પણ ટ્રેન્ડ થઈ રહ્યો છે. આ ફિલ્મ 1991 માં આવેલી 'સડક' ફિલ્મની સિક્વલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.