ન્યૂઝ ડેસ્ક: રૂસ-યુક્રેન યુદ્ધનો (Russsia Ukarin War) આજે મંગળવારે છઠ્ઠો દિવસ છે. રશિયા યુક્રેનની રાજધાની કિવ પર સતત મિસાઈલથી પ્રહાર કરી રહ્યું છે. આ રીતે તે યૂક્રેન પર કબજો મેળવાની ઝંખના કરી રહ્યું છે. આ યુદ્ધને પગલે ક્રેનિયનોમાં મૃત્યુનો ભય સ્પસ્ટપણે દેખાય રહ્યો છે.
યૂક્રેનમાં આટલી ભયાનક સ્થિતિ
આ યુદ્ધના કારણે તેઓ ધર હોવા છતાં આશરો લેવા માટે ચારેબાજુ ભટકી રહ્યા છે. આ સંજોગોમાં પૂર્વ મિસ યૂક્રેન અનાસ્તાસિયા લેનાના જુસ્સા સાથે રશિયા સામે બંદૂક ઉઠાવીને ડટકર ઉભી છે. તેને આ તસવીર 24 ફેબ્રિઆરીએ તેના સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી કરી લોકોને રશિયન સેના સામે બળવો કરવાની અપીલ કરી હતી. સાથે જ આ તસવીર પર લખ્યું હતું કે, 'યુક્રેન સાથે ઉભા રહો અને આ માટે હાથ આગળ લાંબો કરો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: Bhola Shankar First Look Release: શિવરાત્રીના શુભ અવસરે ભોલા શંકર'નું ફર્સ્ટ લૂક રિલીઝ, જોવો તેની એક ઝલક
ભૂતપૂર્વ મિસ યુક્રેનનો કાફલો વિશાળ થઇ ગયો
ડેઈલી મેઈલના અહેવાલ પ્રમાણે, હવે ભૂતપૂર્વ મિસ યુક્રેનનો કાફલો વિશાળ થઇ ગયો છે, તે પુતિન વ્લાદિમીરની સેના સામે જંગ માટે ઉતરી ગઇ છે. તમને જણાવી દઈએ કે, લેના હાલ તુર્કીમાં પબ્લિક રિલેશન મેનેજર તરીકે કાર્યરત છે. ડેઈલી મેલ મુજબ, લેના સેંકડો સ્વયંસેવકોના જૂથમાં સામેલ થઇ ગઇ છે. આ ટીમમાં એક કૃત્રિમ પગ ધરાવતો પુરુષ અને એક યુવા કપલ પણ સામેલ છે. આ યુવા કપલે તાજેતરમાં જ લગ્નના કર્યા છે, હવે તેઓ રશિયા સામે સિવિલ ડિફેન્સ ફોર્સમાં જોડાયા છે.
કિવના મેયર પણ જંગમાં ઉતર્યા હતા
તમને જણાવી દઈએ કે, પૂર્વ બોક્સિંગ ચેમ્પિયન અને કિવ શહેરના મેયર વિતાલી ક્લિત્સ્કો પણ યુદ્ધમાં સૈન્ય અવતાર ધારણ કરી જંગમાં ઉતરી હતી. રશિયા પર ગોળીબાર કરતી તેની તસવીરોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો હતો. સાથે જ તેણે કહ્યું કે, "કાયદા અમલીકરણ અને પ્રાદેશિક સંરક્ષણ દળો તોડફોડ કરનારાઓને શોધવા અને હુમલાને બિનઅસર કરવા માટે કામ કરી રહ્યી છે. તેણે તેની ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું હતું કે, શહેરમાં એક બાળક સહિત નવ લોકો "ગુમ અથવા માર્યા ગયા છે".