મુંબઈઃ અભિનેત્રી રિચા ચઢ્ઢાનું માનવું છે કે, જો તમે પ્રખ્યાત છો તમારા બધા કામો જગ જાહેર થઈ જાય છે અને અંગતતાની મોટી કિંમત ચૂકવવી પડી છે.
સ્ટાર બનવાના ફાયદા અને નુકસાન અંગે રિચાને પુછવામાં આવ્યું તો તેમણે મને કહ્યું કે, ' હું નિશ્ચિત છું કે ગુમનામી એટલે ખાનગી જીવનની એક મોટી કિંમત આપણે ચૂકવવી પડેે છે. તમે લોકોને જાણ્યા વગર એમ જ કોઈ માટે બહાર જઈ શકતા નથી, તમે શું ખાવ છો, શું ખરીદી કરો છે, કોને ડેટ કરો છો, આ સિવાય અનેક બાબતો જગ જાહેર થાય છે. જે મારા માટે એક પરેશાનની વાત છે. પરંતુ મારી ઈચ્છા બસ એક કલાકાર બનવાની છે.'
અભિનેત્રીએ ઉમેર્યુ કે, 'રેડ કાર્પેટ એક એવી જગ્યા છે જયાં હું ઈચ્છુ છું કે મારા કામના દમ પર ચાલુ અને લોકપ્રિયતા મેળવું. બાકી હું ઈચ્છું છું કે, બધા મને એકલા છોડી દે.' આ સાથે તેમણે જણાવ્યું કે, તે માત્ર એટલું ઈચ્છે કે લોકો તેને તેના કામના દમ પર ઓળખે.