મુંબઇ: અભિનેત્રી રિચા ચઢ્ઢા માને છે કે, તેને કોઈ પણ બાબતને લઇ કોઇ પણ અફસોસ નથી. કારણ કે, તેને અફસોસ કરવું બેકાર લાગે છે. રિચા એક દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં છે અને 'ઓયે લકી! લકી ઓયે 'ગેંગ્સ ઓફ વાસીપુર' ફ્રેન્ચાઇઝી, 'ફુક્રે' 'મસાન' અને 'સેક્શન 375' જેવી ફિલ્મોમાં તે અભિનય કરી ચૂકી છે.
રિચાએ કહ્યું કે, 'મને કોઈ પણ વાતનો અફસોસ નથી. પસ્તાવો કરવો અર્થહીન છે, જો તમે કોઈ સમયે કોઈ ખરાબ નિર્ણય લીધો હોય અથવા તો કોઈ ખરાબ ફિલ્મ કરી હોય, તો એવું નથી કે તમે તમારા પોતાને નુકસાન પહોંચાડવા માટે કર્યું હોય.’
તેમણે કહ્યું, 'જેમ મારી બાબતમાં જુઓ તો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈને જાણતી નહોતી, મારે અહીં કોઈ સલાહકાર કે મિત્ર નથી.' રિચાને ક્લકી કોચેલિન, અમાયરા દસ્તુર, પુલકિત સમ્રાટ અને આદિલ હુસેન જેવા કલાકારો સાથે લોકડાઉન દરમિયાન શાંતિ બનાવી રાખવા માટે સંદેશો આપતા જોવા મળી હતી.
વિમેન ઇન ફિલ્મ્સ અને ટેલિવિઝન ઈન્ડિયા દ્વારા એક વીડિયોમાં આ હસ્તીઓએ લોકડાઉનને કારણે નબળા માનસિક સ્વાસ્થ્યને લઈને ઉદભવતા મુદ્દાઓ વિશે વાત કરી છે અને આ અભિયાનને ટેકો આપ્યો હતો.
મહામારીને કારણે લોકડાઉન દરમિયાન, રિચા રસોઈ સહિત ઘણા રચનાત્મક કાર્યો કરતી હોય છે.