મુંબઇ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી દરેક જણ સ્તબ્ધ છે. સુશાંતના ચાહકો હજુ પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. ત્યારે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે.આ કેસમાં CBIએ એક્ટર રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી છે.આ દરમિયાન રિયા અને સુશાંત વચ્ચે થયેલી એક ચેટ વાઇરલ થઈ રહી છે.
ચેટની શરૂઆતમાં સુશાંત રિયા અને તેના પરિવારના વખાણ કરે છે. સુશાંત લખે છે કે, 'તમારો પરિવાર ખુબજ શાનદાર છે. સર (રિયાના પિતા) એકદમ સાચા છે. શોવિક ખુબ દયાળુ છે અને તુ તો મારી જ છો.મેન તારી અને તારા પરિવાર સાથે રહીને થુશી મળશે. તમારી બધાની આસપાસ રહેવું મારા માટે ખુશીની વાત હશે. 'તુ પ્લીઝ હસતી રહે, તુ તેમાં ખુબજ સુંદર લાગે છે. હવે હું સુવાનો પ્રયાસ કરુ છુ, કાશ મને જમીલા જેવાં કોઇ સપનું આવે. કેવું સારુ થાય નહીં..? ટાટા'
આ બાદ રિયાએ જવાબમાં કહ્યું કે, "હાહાહાહા સુઇ જાઓ... મારા સ્વીટ બેબી... હું જ્યારે ધરતી પર આવી જઇશે ત્યારે તને કોલ કરીશ.. આશા રાખુ કે તુ ત્યારે ચાંદ પર હશે.. "આ પછી ફરી રિયાનો મેસેજ આવે છે, 'હાય..મેરા બેબી કેસા હૈ...' જેના જવાબમાં સુશાંતે લખ્યું છે કે, "હું ઠીક નથી. મારી બહેન વિક્ટિમ કાર્ડ રમીને સમગ્ર મામલાને ફેરવવાનો પ્રયાસ કરી રહી છે (જેને તુ અને હું છોડતા નથી), તે મને કહે છે કે હું આ માટે શારીરિક સજા આપી રહ્યો છું. ખૂબ નિરાશાજનક છે"
આ પછી, રિયાનો મેસેજ છે, 'તે તેને મીટિંગ બાદ કોલ કરશે.' આ પછી, સુશાંતે રિયાને એક મેસેજ મોકલ્યો જે તેણે તેની બહેનને લખ્યો હતો, 'પ્રિયંકા તમે જે કરી રહ્યા છો તે ખૂબ ખોટુ છે.દારૂના નશામાં સોલેસ્ટ કરવા જેવી હરકત કરીને તેને છુપાવવા માટે વિકિટમ કાર્ય રમી રહી છે તેને નજરઅંદાજ ન કરી શકાય.માં અને ભગવાન આ બધુ જોઇ રહ્યા છે.જો તને તારા અહંકારને કારણે કંઇ નજર નથી આવી રહ્યું તો પછી ભગવાનતારુ ભલુ કરે.. કારણ કે હું ડરતો નથી.હું દુનિયામાં જરૂર બદલાવ લાવવા માટે જે કામ કરી રહ્યો છું તે આગળ પણ કરતો રહીશ.. ભગવાનને આ નિર્ણય કરવા દે કે કોનું કામ સાચુ છે."
સુશાંતનો આ પછીનો મેસેજ સિડ માટે હતો. જેમાં લખ્યુ હતું કે, તેમણે તને મારી આંખોની સામે માર્યો અને તે મારી બહેને કર્યુ. જે લોકો સમજે છે કે, દારુના નશામાં કર્યુ હશે. અને તમે તેની વિક્ટિમ કાર્ડવાળી વાત માની પણ રહ્યા છો. પ્લીઝ મને જણાવ કે, તે અને મે ઋષિકેશ બસમાં શું કર્યુ હતું, તેનાથી આપણ બંને વારંવાર શરમિંદા થઇશું. જો આપણે બહેનના નજરથી જોઇએ તો ...હું મહિલાઓની ઇજ્જત કરુ છું, કેમકે મારી માતાએ મને આ શીખવ્યું છે. જોકે તેમણે એ પણ શીખવ્યું છે કે, હમેશાં સત્યનો સાથ આપો, અને જે બરાબરમાં છે તેનાંથી ડરો નહીં.
સુશાંત અને રિયાની ચેટ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહી છે. આ ચેટ કેટલી સાચી છે અને કેટલી ખોટી તે અમે કરી શકતા નથી.જો આ ચેટ સાચી છે તો સુશાંત ખરેખર તેની બહેન ઉપર ગુસ્સે હતો. આ ચેટ મુજબ સુશાંતની બહેન પ્રિયંકાએ સિદ્ધાર્થ પીઠાણી પર હાથ ઉપાડ્યો હતો.જેનો સુશાંત વિરોધ કરી રહ્યો હતો. ઉપરાંત રિયા ચક્રવર્તી તેમાં સુશાંતને ટેકો આપી રહી હતી.
આ સિવાય રિયા ચક્રવર્તીના વકીલ સતિષ માનેશિંદે સુશાંતે દ્વારા લખેલી 'આભાર નોટ' નો ફોટો પણ શેર કર્યો હતો. સુશાંતે રિયાની નોટબુકમાં રિયા અને તેના પરિવારની વિશે વાત કરતા આભાર નોટ લખ્યો હતો.