મુંબઇ: બૉલિવૂડની એકટ્રેસ અને જેને સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ થયેલા વિવિધ કેસમાં આરોપી ગણાવવામાં આવી રહી છે તે રિયા ચક્રવર્તી તથા તેના ભાઈ શૌવિકની મંગળવારે રાત્રે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરી હતી. ત્યારબાદ રિયાને ભાયખલા જેલમાં લઇ જવામાં આવી હતી. રિયા ત્યાં 22મી સપ્ટેમ્બર સુધી કસ્ટડીમાં રહેશે. જ્યારે તેના ભાઈ શૌવિકની જ્યુડિશિલ કસ્ટડી લંબાવવામાં આવી છે. તદ્ઉપરાંત સુશાંતના ભૂતપૂર્વ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા તથા ડ્રગ્સ પેડલર ઝૈદ વિલાત્રા અને બાસિત પરિહારને પણ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
આજે નક્કી કરવામાં આવશે કે રિયા અને શૌવિક જેલમાં રહેશે કે પછી તેઓ ઘરે પરત ફરશે. NCB સાથે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસમાં CBI અને ED પણ સામેલ છે. CBIએ સુશાંતના પરિવાર, મિત્રો અને તબીબો સહિત અનેક લોકોના નિવેદનો નોંધ્યા છે.