ETV Bharat / sitara

Rembering Yash Chopra: હિન્દી સિનેમાના રોમાન્સના બાદશાહ નિર્દેશક યશ ચોપરાની આજે જન્મજયંતી, પોતાની ફિલ્મોમાં કરતા હતા અનેક પ્રયોગ - પહેલી ફિલ્મ 'ધૂલ કા ફૂલ'

હિન્દી ફિલ્મોનો ઉલ્લેખ હોય ને યશ ચોપરાનું નામ ન હોય તેવું ક્યારેય શક્ય ન બને. યશ ચોપરા હિન્દી સિનેમાનું એવું નામ છે, જેને ક્યારેય કોઈ ભૂલી નહીં શકે. આજે આવા મહાન ફિલ્મ નિર્દેશક યશ ચોપરાની જન્મજયંતી છે. તેમને સિનેમાના કિંગ ઓફ રોમાન્સ પણ કહેવામાં આવે છે. તેઓ રોમેન્ટિક ફિલ્મો બનાવવા માટે જાણીતા હતા.

Rembering Yash Chopra: હિન્દી સિનેમાના રોમાન્સના બાદશાહ નિર્દેશક યશ ચોપરાની આજે જન્મજયંતી, પોતાની ફિલ્મોમાં કરતા હતા અનેક પ્રયોગ

author img

By

Published : Sep 27, 2021, 9:19 AM IST

  • હિન્દી સિનેમાના દિગ્ગજ અને પ્રખ્યાત ફિલ્મકાર યશ ચોપરાનો આજે જન્મદિવસ
  • યશ ચોપરાનો જન્મ 27 સપ્ટેમ્બર 1932ના દિવસે પાકિસ્તાનના લાહોરમાં થયો હતો
  • તેમની દરેક ફિલ્મોમાં વિશેષ સ્ટોરી હતી, જે હંમેશા ચર્ચાનો વિષય રહેતી હતી

નવી દિલ્હીઃ હિન્દી સિનેમાના દિગ્ગજ અને પ્રખ્યાત ફિલ્મકાર યશ ચોપરાનો જન્મ 27 સપ્ટેમ્બર 1932ના દિવસે પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. તેમને હિન્દી સિનેમાના 'કિંગ ઓફ રોમાન્સ' કહેવામાં આવે છે. યશ ચોપરા રોમેન્ટિક ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત હતા. તેમની દરેક ફિલ્મોમાં વિશેષ સ્ટોરી હતી, જે હંમેશા ચર્ચાનો વિષય રહેતી હતી. યશ ચોપરાએ હિન્દી સિનેમામાં અનેક પ્રયોગ કર્યા, જેને હંમેશા યાદ રાખવામાં આવશે.

યશ ચોપરાએ વર્ષ 1959માં પોતાના ભાઈના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'ધૂલ કા ફૂલ'થી કારકિર્દી શરૂ કરી હતી

યશ ચોપરા સિનેમાના પ્રખ્યાત ફિલ્મમેકર બી. આર. ચોપરાના ભાઈ હતા. બી. આર. ચોપરાએ પણ તેમના જમાનામાં અનેક શાનદાર ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. તો નિર્દેશક તરીકે યશ ચોપરાએ સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1959માં પોતાના ભાઈના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'ધૂલ કા ફૂલ'થી કરી હતી. પછી વર્ષ 1961માં યશ ચોપરાએ ફિલ્મ 'ધર્મ પુત્ર'નું નિર્દેશન કર્યું હતું. યશ રાજ બોલિવુડના પહેલા નિર્દેશક છે, જેમણે મલ્ટિસ્ટારર ફિલ્મો બનાવવાનું ચલણ શરૂ કર્યું હતું.

યશ ચોપરાએ વર્ષ 1969માં ગીતો વગરની ફિલ્મ 'ઈત્તેફાક' બનાવી પ્રયોગ કર્યો હતો

બોલીવુડની પહેલી મલ્ટિસ્ટારર કહેવાતી ફિલ્મ 'વક્ત'નું નિર્દેશન યશ ચોપરાએ કર્યું હતું. સિનેમામાં તેમનો આ પહેલો પ્રયોગ હતો, જે સફળ સાબિત થયો હત. ફિલ્મ 'વક્ત' પડદા પર હિટ સાબિત થઈ હતી. ત્યારબાદ યશ ચોપરાએ વધુ એક પ્રયોગ કર્યો હતો. જે સમયે ગીતોથી ફિલ્મો ચાલતી હતી. તે સમયે વર્ષ 1969માં યશ ચોપરાએ ફિલ્મ 'ઈત્તેફાક' બનાવી હતી. રસપ્રદ વાત એ છે કે, રાજેશ ખન્ના અને નંદાની જોડીવાળી સસ્પેન્સ થ્રિલર આ ફિલ્મમાં કોઈ ગીત નહતું. તેમ છતાં આ ફિલ્મને દર્શકોએ ઘણી પસંદ કરી અને સુપરહિટ બનાવી દીધી હતી.

વર્ષ 1989માં ચાંદની ફિલ્મથી ફરી સફળતાના શિખરે પહોંચ્યા હતા યશ ચોપરા

એક સમય એવો પણ આવ્યો કે, જ્યારે યશ ચોપરાએ નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. તેમની નાખુદા, સવાલ, ફાસલે, મશાલ, વિજય જેવી અનેક ફિલ્મો બોક્સઓફિસ પર નિષ્ફળ રહી હતી. જોકે, વર્ષ 1989માં શ્રીદેવી અને ઋષિ કપુર અભિનિત ફિલ્મ 'ચાંદની'ની સફળતા સાથે યશ ચોપરા ફરી એક વાર સફળતાના શિખરે પહોંચી ગયા હતા. આ સાથે જ તેમણે ભારતીય સિનેમાને દાગ, દિવાર, કભી-કભી, સિલસિલા, ચાંદની, લમ્હે, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, દિલ તો પાગલ હૈ, વીર ઝારા જેવી સદાબહાર ફિલ્મો આપી છે.

21 ઓક્ટોબર 2012ના દિવસે યશ ચોપરાનું નિધન થયું

યશ ચોપરાએ પોતાની ફિલ્મોથી અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન જેવા કલાકારોને સિનેમામાં વિશેષ ઓળખ અપાવી હતી. તેમની છેલ્લી ફિલ્મ વર્ષ 2012માં આવેલી 'જબ તક હૈ જાન' હતી. તેમની ફિલ્મોના માધ્યમથી દર્શકોને રોમાન્સનો અહેસાસ કરાવનારા યશ ચોપરા 21 ઓક્ટોબર 2012ના દિવસે દુનિયાને અલવિદા કહી ગયા હતા. તેમને પદ્મ પુરસ્કારથી લઈને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- પ્રિયંકા ચોપરાએ પેરિસથી પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી

આ પણ વાંચો- તાપસી પન્નુની એથ્લેટિક બોડી માટે ટ્રોલ થઈ, અભિનેત્રીએ જડબાતોડ આપ્યો જવાબ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.