ન્યૂઝ ડેસ્ક: યૂક્રેન છેલ્લા પાંચ દિવસથી રશિયાની આગમાં ભળકો (Rashiya ukraine War) થઇ રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દ્રઢ નિર્ણય લઇ લીધો છે કે, તે યૂક્રેન પર પોતાનું રાજ જમાવીને જ દમ લેશે, ત્યારે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેંસ્કીએ પણ પુતિનને ચેલેન્જ આપતા કહી દીધું છે કે, રશિયા ગમે તેટલી તાકાત લગાવે અમે પીછેહઠ નહી કરીએ. આ હિંમત સાથે યૂક્રેનના રાષ્ટ્રપતિ (President Volodymyr Zelensky Lovestory) સેનાની વર્દી પહેરી રશિયાને જડબાતોડ જવાબ આપવા મેદાને ઉતરી ગયાં છે. આ સાથે તેઓ તેના દેશના નેશનલ હીરો બની ગયાં છે.
યૂક્રેનના રાષ્ટ્રપતિ એક કોમેડિયન
આ દરમિયાન યૂક્રેનના રાષ્ટ્રપતિના અંગત જીવન પર વાત કરીએ તો, તે એક કોમેડિયન રહી ચૂક્યાં છે. તેણે ઘણા શોમાં તેના અભિનયથી લોકોનું મનોરંજન કરી તેના દિલોમાં પોતાનું એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વોલોદિમિરના જીવનની સૌથી રોમાંચિત વાત એ છે કે, તેઓ સ્કૂલ ટાઇમથી જ એક છોકરીના પ્રેમમાં પડી ગયા હતા. વોલોદિમિર લગ્ન જીવનમાં પ્રવેશ કરે તે પહેલા તેણે લગભગ 8 વર્ષ સુધી તેને ડેટ કરી હતી. આ બાદ તેને લગ્ન કર્યાં હતા. તો ચલો જાણીએ વોલોદિમિરની રસપ્રદ લવસ્ટોરી...
જાણો કઇ રીતે એક કોમેડિયન પહોંચ્યો રાષ્ટ્રપતિ પદ સુધી
વોલોદીમીર જેલેન્સ્કીનો જન્મ 25 જાન્યુઆરી 1978ના રોજ સોવિયેત સંઘનુ શહેર ક્રિવી રિહના એક મધ્યમ-વર્ગીય પરિવારમાં થયો હતો. હાલ આ શહેર યૂક્રેનનો ભાગ છે. જેલેન્સ્કીના માતાપિતા યહૂદી હતા. કિવની નેશનલ ઇકોનોમિક યુનિવર્સિટીમાંથી લોની ડિગ્રી મેળવ્યા બાદ, તેને પોતાની જાતને લોકો પ્રત્યક્ષ એક કોમેડી તરીકે પેશ કરી હતી.
વોલોદીમિર એક કોમેડિયન અને અભિનેતા
યૂક્રેનના રાષ્ટ્રપતિ બનતા પહેલા, જેલેન્સ્કી કોમેડિયન અને અભિનેતા હતા. એવી બાતમી છે કે, કોમેડિયન તરીકેની કારકિર્દીએ તેના જીવનમાં એક નવો વળાંક લાવ્યો હતો, તેની લોકપ્રિયતાના આધારે જ તેઓ દેશના છઠ્ઠા રાષ્ટ્રપતિ બન્યા હતાં. 44 વર્ષીય જેલેન્સ્કીને રાષ્ટ્રપતિ બનતા પહેલા કોઈ રાજકીય અનુભવ નહોતો. આ સંજોગામાં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન જેલેન્સ્કીએ લોકોને આશ્વાસન આપ્યું હતું કે, તેઓ રશિયા સાથેના વિવાદોનો ખાતમો કરશે, આ માટે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો સંપર્ક કરશે.
વોલોદીમિરે પુતિનને આાખા હચમચાવી નાખ્યાં હતા
તમને આ વાત જાણીને થોડુંક અજુકતુ લાગશે કે, જેલેન્સ્કીએ વર્ષ 2018માં પોતાની 2015ની સીરિઝ 'સર્વન્ટ ઓફ પીપલ'ના નામે એક પાર્ટીની રચના કરી હતી. આ પાર્ટીએ આગામી વર્ષ 2019માં, તેણે ન માત્ર તેમની પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા, પરંતુ દેશની સૌથી મોટી ચૂંટણીમાં એકતરફી જીત હાંસિલ કરી, રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને આાખા હચમચાવી નાખ્યાં હતા.
આ પણ વાંચો: Sara ali Khan in Morbi: ફિલ્મના શૂટિંગ માટે સારાઅલી ખાન સહિતની સ્ટારકાસ્ટ પહોંચી મોરબી, જુઓ પહેલી ઝલક
જાણો વોલોદીમિર વાઇફ વિશે
યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર જેલેન્સકીની પત્ની ઓલેના (Volodymyr Weif) જેલેન્સ્કા એક ઇંફલૂઅંસર, એક્ટિવિસ્ટ, આર્કિટેક્ટ અને સ્ક્રીન રાઇટર છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં જેલેન્સકાનું નામ ફોકસ મેગેઝિનમાં યુક્રેનની 100 સૌથી પ્રભાવિત હસ્તીઓમાં સામેલ હતું. આ સૂચિમાં તેમના નામનો ઉલ્લેખ 30માં ક્રમે હતો. આ સાથે તેની તસવીર વોગ મેગેઝીનના કવર પેજ પર પણ છપાઇ ચૂકી છે.
ઓલેના મલ્ટીટેલેન્ટેડ
ઓલેનાનો જન્મ 6 ફેબ્રુઆરી 1978ના રોજ ક્રિવી રીહમાં થયો હતો. જેલેન્સકાએ ક્રિવી રિહ નેશનલ યૂનિવર્સિટીમાં આર્કિટેક્ટનો અભ્યાસ કર્યો છે. પ્રથમ વાર તેને યૂક્રેનના પ્રચલિત પ્રોડક્શન હાઉસ Kvartal 95 માટે સ્ક્રિપ્ટ લખવાની તક મળી, જ્યાંથી તેને તેના જીવનના નવા તબક્કામાં પ્રવેશ કર્યો હતો.
વોલોદીમિર અને ઓલેના એક જ સ્કુલમાં હતા
તમને જણાવી દઈએ કે, વોલોદીમિર અને ઓલેના એક જ સ્કુલમાં અભ્યાસ કરતા હતા. આ દરમિયાન બન્ને એકબીજાને ઓળખતા ન હતા. યૂક્રેનના રાષ્ટ્રપતિએ એકવાર ઉલ્લેખ કર્યો હતો કે, તે ઓલેનાના વર્ગના ઘણા વિદ્યાર્થીઓને ઓળખે છે, પરંતુ તેમનાથી પરિચિત નથી, જ્યારે ઓલેના નેશનલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી, ત્યારે હું અને ઓલેના એકબીજાની નજીક આવ્યાં હતા.
વોલોદીમિર અને ઓલેનાએ 8 વર્ષ સુધી ડેટ કર્યા
વોલોદીમિર અને ઓલેનાએ સતત એકબીજાને 8 વર્ષ સુધી ડેટ કર્યા હતાં. આ બાદ બન્નેએ 6 સપ્ટેમ્બર 2003ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતાં. 2014માં કપલના ઘરે એક બાળકીએ દસ્તક દીધી હતી, જેનું નામ ઓલેકસેંડ્રા હતું. આ બાદ 2013માં ઓલેનાએ પુત્ર કિર્લોને જન્મ આપ્યો હતો.
આ પણ વાંચો: SAG Awards 2022: સ્ક્વિડ ગેમએ તોડ્યો રેકોર્ડ, સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડની જાણો સંપૂર્ણ યાદી