ETV Bharat / sitara

NSDના દિવસોમાં કંઇક આવા લાગતા હતા ઇરફાન ખાન...

બૉલિવૂડના પ્રખ્યાત ઇરફાન ખાને 29 એપ્રિલે દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમણે મુંબઇના કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

Etv Bharat, Gujarati News, Irrfan Khan Pics
A glimpse of Irrfan's NSD days
author img

By

Published : May 3, 2020, 11:11 AM IST

મુંબઇઃ બૉલિવૂડ એક્ટર ઇરફાન ખાને 56 વર્ષે દુનિયાને અલવિદા કહ્યું છે. તેમના દિકરા બાબિલે પોતાના પિતાની યાદમાં સોશિયલ મીડિયામાં ઇરફાનના અમુક જૂના ફોટોઝ શેર કર્યા હતા. અત્યારે બાબિલે પોતાના પિતાની નેશનલ સ્કુલ ઑફ ડ્રામાના (NSD) અમુક ફોટાઓ શેર કર્યા છે.

બાબિલે પિતા ઇરફાન ખાનનો ફોટો શેર કરતા લખ્યું કે, NSD! આ ફોટાઓમાં સ્ટેજ છે જેના પર ઇરફાન અભિનય કરતા જોવા મળે છે.

તમને જણાવીએ તો પોતાના NSD દિવસો દરમિયાન પદ્મશ્રી અભિનેતાએ જૂદા-જૂદા નાટકોનું પ્રદર્શન કર્યું હતું, જેમાં કાર્લો ગોલ્ડોનીની ધ ફૈન, મેક્સિમ ગોર્કીનું લોઅર ડેપ્થ અને લડાકૂ મુર્ગાનો સમાવેશ થાય છે. ઇરફાન ખાને પ્રતિષ્ઠિત થિયેટર સ્કૂલથી અભિનયમાં વિશેષજ્ઞતા મેળવી હતી.

આ પહેલા બાબિલે ઇરફાન ખાનનો એક વીડિયો શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે, લાંબા સમયના ડાઇટ બાદ શૂટિંગ પુરી થતાં જ ઇરફાને પાણીપુરી ખાધી હતી.

ઇરફાને કોલન સંક્રમણને લીધે મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે જીંદગીની જંગ હારી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.