મુંબઈઃ બૉલિવૂડ અભિનેતા રણવીર સિંહ હંમેશા પોતાની સ્ટાઈલને લઈ ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં રણવીરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક મીમ શેર કર્યુ છે. જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે.
હંમેશા લાઈમ લાઈટમાં રહેતા બ઼ૉલિવૂડના અતરંગી અભિનેતા ફરી પોતાની અતંરગી હરકતથી ફરી ચર્ચામાં છે. રણવીર સિંહ ઈન્સ્ટાગ્રામ પર એક મીમ શેર કર્યુ છે. જેમાં રણવીર ફોટોશોપ્ડ તસવીરમાં તે ટાઈગર સાથે અતરંગી અવતારમાંં દેખાઈ છે.
ફોટો શેર કરતાં અભિનેતાએ કેપ્શનમાંં લખ્યું છે કે, 'આ કોણે કર્યુ..?' લોકડાઉન દરમિયાન બૉલિવૂડ સ્ટાર કઈંકને કઈંક અલગ કરતાં રહે છે. રણવીરે સિંહે આ ફોટોમાં તેમના ચહેરાને અમેરિકી ચિડિયાઘર કીપર જોએ એક્સોટિકના મુળ ફોટાને ફોટોશોપ્ડથી રુપાંતરિત કર્યો છે.