મુંબઈ: અભિનેતા રણવીર સિંહની અમદાવાદ સ્થિત ફેન ક્લબ દ્વારા તેને સમર્પિત એક એન્થમ સોંગ બનાવવામાં આવ્યું છે. જેમાં તેની ફિલ્મી સફરને લગતી વાતો વણી લેવામાં આવી છે. આ સોંગ રેપ થીમ પર છે. તેના શબ્દો છે "બોલીવૂડ કા કિંગ રણવીર સિંહ."
રણવીર સિંહના ચાહકો વાસ્તવમાં તેમનાથી પ્રેરિત છે. તેની બોલીવૂડ કારકિર્દી, તેનો સંઘર્ષ વગેરે સાથે તેઓ એક પ્રકારનું જોડાણ મહેસૂસ કરે છે અને રણવીરે પોતાની રીતે બોલિવૂડમાં જગ્યા બનાવી સફળતા હાસલ કરી છે.
ગત 6 જુલાઈએ રણવીર સિંહનો જન્મદિવસ હતો જેને પગલે ફેન ક્લબ દ્વારા સોંગ બનાવી તેને સમર્પિત કરવાનો વિચાર આવ્યો. તેને 'ગલી બોય' ની સ્ટાઈલમાં બનાવવામાં આવ્યું છે.