ETV Bharat / sitara

મર્દાની-2ના ટ્રેલર પર રાની મુખર્જીએ આપી પ્રતિક્રિયા, વાંચો શું કહ્યું.. - મર્દાની 2નું ટ્રેલર

મુંબઇઃ અભિનેત્રી રાની મુખર્જીની ફિલ્મ મર્દાની 2નું ટ્રેલર થોડા દિવસ પહેલા જ  રિલીઝ થયું હતું. ફેન્સ દ્વારા આ ફિલ્મને પોઝીટીવ પ્રતિક્રિયા મળી રહી છે. રાનીએ કહ્યું હતુ કે, આ ફિલ્મ સોશિયલ મેસેજ આપે છે, જે મોટા ભાગના લોકો સુધી પહોચાડવો જોઇએ.

ફૈન્સથી ખુશ છે રાની મુખર્જી, કહી આ વાત
author img

By

Published : Nov 17, 2019, 11:38 AM IST

મર્દાની 2ના ટ્રેલરની દર્શકોથી સારી પ્રતિક્રિયા મળ્યા બાદ રાની મુખર્જી ખુશ છે. અભિનેત્રીએ કહ્યું કે, આ ફિલ્મ એક સોશિયલ મેસેજ આપે છે, જે વધારેમાં વધારે લોકો સુધી પહોચવો જોઇએ.

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ ઘણા વિવાદનો સામનો કરી રહી છે. કોટા શહેરના વ્યાપારીઓ અને સામાજિક સંસ્થાઓએ રાની મુખર્જીની આ ફિલ્મના કન્ટેન્ટનો વિરોધ કરી આ ફિલ્મને બંધ કરવાની માગણી કરી હતી. સંગઠનોએ આરોપ લગાવ્યો કે, આ ફિલ્મમાં કોટા શહેરની ખરાબ રીતે દેખાડવાની કોશિશ કરવામાં આવી છે. ફિલ્મના ટ્રેલરમાં કહેવામાં આવ્યું છે કે, આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે.

રાજસ્થાનનું કોટા મેડિકલ અને એન્જિનિયરિંગની પરીક્ષા માટે પ્રખ્યાત છે. શહેરની ઈમેજને ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. આ કારણે લોકો ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે. વિરોધ કરનાર લોકોએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી. નોંધનીય છે કે, ઓમ બીરલા કોટાના સાંસદ છે. તેમણે આ બાબતે એક્સન લેવાની વાત કરી હતી.

આ મુદ્દા પર બિરલાએ એક સ્ટેટમેન્ટ પણ રજૂ કર્યું છે કે, જેમાં લખ્યું છે કે, હુ જરૂર આ મુદ્દા પર લોકો સાથે વાત કરવાની ઇચ્છા ધરાવું છું, ફિલ્મ દ્વારા કોઇ પણ શહેરની તસ્વીર ખરાબ થાયએ સારી વાત નથી. જે ધટના પર આ ફિલ્મ બની છે તે કાલ્પનિક છે, તો આ કાલ્પનિક સ્ટોરી માટે કોઇ પણ શહેરનું નામ બદનામ કરવું યોગ્ય નથી. રાની મુખર્જીની ફિલ્મ મર્દાની 2014માં આવી હતી. આ ફિલ્મની સિક્વલ છે. આ ફિલ્મમાં રાની મુખર્જી પોલીસ ઇન્સપેક્ટર શિવાની શિવાજી રોયની ભુમિકામાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.