મુંબઇ: કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન લોકોની ઉત્સુકતા અને વલણ યાહુ ઈન્ડિયા પર કરવામાં આવેલી ઓનલાઇન સર્ચમાં સામે આવી છે.
મહામારીને કારણે વાઇરસ સંબંધિત આ નવી શોધમાં 427 ટકાનો વધારો થયો છે. કોવિડ-19, કોવિડ -19 અપડેટ, કોવિડ -19 લક્ષણો, કોવિડ -19 મૃત્યુ ટોલ, કોવિડ -19 સારવાર, અને કોવિડ -19 ટ્રેકર શોધાયેલા મુખ્ય કીવર્ડ્સ હતા.
'ભારતમાં લોકડાઉન', 'કોરોના વાઇરસ માટેની રસી', 'સામાજિક તફાવત' અને 'કોરોના વાઇરસ માટે હાઇડ્રોક્સિક્લોરોક્વિન' માટે પણ લોકોએ મોટી સંખ્યામાં શોધ કરી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસ સંકટ સામેની લડતમાં "ગેમ ચેન્જર" તરીકે વર્ણવેલ એન્ટી મેલેરીયલ ડ્રગની પણ ઇન્ટરનેટ પર જોરદાર સર્ચ કરવામાં આવી હતી.
તે જ સમયે, લોકડાઉન પહેલાના તબક્કા દરમિયાન અભિનેત્રી પ્રિયંકા ચોપડા સૌથી વધુ સર્ચ કરાયેલી મહિલા સેલિબ્રિટી બની હતી, ત્યારબાદ કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણ હતા. 'બેબીડોલ' ગાયિકા કનિકા કપૂર લંડનથી પરત આવી ત્યારે તેની આ કોવિડ -19 પરીક્ષણ પોઝિટીવ આવ્યા બાદ આ આંકડા બદલાયા. બાદમાં તેણીને ક્વોરેન્ટાઇનમાં ન રહેવા બદલ ટીકાની પણ શિકાર બની હતી.
લોકડાઉન પછી સુપરસ્ટાર્સ અમિતાભ બચ્ચન અને રજનીકાંત સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા પુરુષ સેલેબ્સની યાદીમાં ટોચ પર છે.