મુંબઇ : સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલમાં આવ્યા બાદ NCBએ અભિનેત્રી રકુલ પ્રીતસિંહને આજે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. જ્યારે રકુલ તપાસ માટે NCB ઓફિસ પહોંચી ગઇ છે. દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહ સહિત 7 લોકોને સમન પાઠવ્યું છે.
અભિનેત્રી રકુલપ્રીત સિંહ NCB ઓફિસ પહોંચી ગઈ છે. NCBની ટીમ ડ્રગ્સના કનેક્શન સંદર્ભે રકુલપ્રીત સિંહની પૂછપરછ કરશે. તમને જણાવી દઈએ કે રકુલપ્રીત સિંહ અને રિયા ચક્રવર્તીની ચેટમાં ડ્રગ્સ વિશેની ચર્ચા સામે આવી છે. આ ચેટ બતાવીને, NCB ટીમ તેમને ઘણા પ્રશ્નો પૂછી શકે છે.
અભિનેત્રી રકુલપ્રીત સિંહ પછી હવે દીપિકા પાદુકોણના મેનેજર કરિશ્મા પ્રકાશ પણ NCBની ઓફિસ પહોંચી ગઈ છે. કરિશ્માને ડ્રગ્સના જોડાણ સંદર્ભે પૂછપરછ માટે NCBની ટીમે બોલાવી છે. જણાવી દઈએ કે કરિશ્મા અને દીપિકાની ચેટમાં NCB દ્વારા ડ્રગ્સ સાથે સંબંધિત માહિતી મળી છે.