મુંબઇઃ બૉલિવૂડ ન્યૂટન રાજકુમાર રાવ હવે તેલુગૂ સુપરહિટ ફિલ્મ HITની હિન્દી રિમેકમાં જોવા મળશે. આ ફિલ્મમાં રાજકુમાર રાવની ભૂમિકા પોલીસની હશે. HIT (હોમિસાઇડ ઇન્ટરવેન્શન ટીમ) એક પોલીસ અધિકારીની સ્ટોરી છે, જે એક લાપતા મહિલાની શોધ કરે છે. આ ફિલ્મમાં પોલીસ ઓફિસરની જિંદગીના કેટલાય પાસાઓ જોવા મળશે. આ ફિલ્મને ડૉ. શૈલેશ કોલાનુ ડિરેક્ટ કરશે. તેનું તેલુગૂ વર્ઝન પણ શૈલેશે જ ડિરેક્ટ કર્યું હતું.
-
Some BTS moments. Can’t wait to be back in action!! #BTS #behindthescenes #gocoronago #HITfilm #HIT #tollywood #directing #shootlife pic.twitter.com/J7lFJalBpa
— Sailesh Kolanu (@KolanuSailesh) July 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Some BTS moments. Can’t wait to be back in action!! #BTS #behindthescenes #gocoronago #HITfilm #HIT #tollywood #directing #shootlife pic.twitter.com/J7lFJalBpa
— Sailesh Kolanu (@KolanuSailesh) July 2, 2020Some BTS moments. Can’t wait to be back in action!! #BTS #behindthescenes #gocoronago #HITfilm #HIT #tollywood #directing #shootlife pic.twitter.com/J7lFJalBpa
— Sailesh Kolanu (@KolanuSailesh) July 2, 2020
રાજકુમાર રાવે ફિલ્મનો ભાગ બનવા પર કહ્યું કે, જ્યારે મેં HIT જોઇ, તો તરત જ હા કહ્યું હતું. આ એક આકર્ષક સ્ટોરી છે, જે આજના માહોલ સાથે જોડાયેલી છે. એક્ટર તરીકે હું હંમેશા એવા પાત્રની શોધ કરું છું, જમના સુધી હું હજૂ પહોંચ્યો નથી. HIT મને આમ કરવાનો અવસર આપશે. ડૉ. શૈલેશ કોલાનુએ ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું કે, HIT માટે આવા એક્ટરને કાસ્ટ કરવા ઇચ્છે છે, જે તે કેરેક્ટરને ડાર્કનેસ આપે અને દર્શકોનું દિલ જીતી શકે. મને લાગે છે કે, રાજકુમાર રાવ આ પ્રકારનું કામ કરી શકે છે. હું રાજકુમારના કામને ત્યારથી ફોલો કરું છું જ્યારથી મેં તેની શૈતાન જોઇ છે.
વધુમાં ડૉ. શૈલેશે જણાવ્યું કે, રાજકુમાર એક શાનદાર એક્ટર છે. તેમની સાથે કામને લઇને હું ખૂબ જ એક્સાઇટેડ છું. પ્રોડ્યુસર દિલ રાજૂ આ ફિલ્મનું નિર્માણ કરશે. આ ફિલ્મ અત્યારે પ્રી-પ્રોડક્શનમાં છે અને 2021 સુધી રીલિઝ થશે. વધુમાં જણાવીએ તો એક્ટર રાજકુમાર રાવે શાહિદ, ઓમેર્ટા, તલાશ, શૈતાન, બરેલી કી બર્ફી, ન્યૂટન, સિટી લાઇટ્સ, સ્ત્રી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.