ETV Bharat / sitara

રાધિકા આપ્ટેએ ભવિષ્યમાં ડાયરેક્ટર તરીકે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી - Radikal apte latest short film

શોર્ટ ફિલ્મ 'ધ સ્લીપ વોકર્સ' વિશે વાત કરતા રાધિકા આપ્ટેએ કહ્યું કે, હું ખૂબ ઉત્સાહિત છું કારણ કે, રિલીઝ થતા લોકો તેને જલ્દીથી જોઈ શકશે. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે, તે હજુ આગળ પણ ડિરેક્ટર તરીકે કામ કરશે.

રાધિકા આપ્ટેએ ભવિષ્યમાં ડાયરેક્ટર તરીકે વધુ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી

author img

By

Published : Jun 8, 2020, 5:07 PM IST

Updated : Jun 8, 2020, 5:47 PM IST

મુંબઇ: રાધિકા આપ્ટેએ શોર્ટ ફિલ્મ 'ધ સ્લીપ વોકર્સ'નું નિર્દેશન પણ કર્યું છે અને તે આ ફિલ્મની રજૂઆત પછી પ્રેક્ષકોના પ્રતિસાદની આતુરતાથી રાહ જોઈ રહી છે.

રાધિકા આપ્ટેએ લંડનથી ફોન પર આઈએએનએસને કહ્યું, "મેં આ (નિર્દેશન) પ્રક્રિયામાં ઘણો આનંદ અને શીખવા મળ્યું. હું ઉત્સાહિત છું કારણ કે, આશા છે કે લોકો તેને ટૂંક સમયમાં જોશે. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે, તે હજુ આગળ પણ ડાયરેક્ટર તરીકે કામ કરશે.

શહાના ગોસ્વામી અને ગુલશન દેવૈયા અભિનીત આ શોર્ટ ફિલ્મ રાધિકાએ લખી છે. શોર્ટ ફિલ્મ માટે આ વિષય કેમ પસંદ કર્યો, તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું, "ફિલ્મમાં જે છે, તે ટ્રેલરમાં બતાવવામાં આવ્યું નથી, તેથી તેના વિશે હમણાં નહીં કહી શકું. મને આ આઈડિયા ગયા વર્ષે મળ્યો હતો."

લોકડાઉન દરમિયાન, રાધિકા તેના પતિ સંગીતકાર બેનેડિક્ટ ટેલર સાથે લંડનમાં રહે છે. અભિનેત્રીએ કહ્યું કે, તે લાંબા સમય પછી કામમાંથી બ્રેક લઈ મજા લઇ રહી છે. રાધિકાએ કહ્યું, "ઘરે સમય પસાર કરવો સારો છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે ઘણો સમય તેેમાંં જ ચાલ્યો જાય છે."

તેને વધુમાં કહ્યું કે, "લંડનમાં હવામાન સારું છે. ગઈકાલે અચાનક વરસાદ થયો હતો, જેનાથી વાતાવરણમાં ઠંડક થઈ હતી. ઉપરાંત, લંડનમાં લોકડાઉન કડક નથી. તેથી ચાલવા અથવા સાયકલ ચલાવવા નીકળવું વધુ સરળ છે."

વર્કફ્રન્ટની વાત કરીએ તો, રાધિકાના આગામી પ્રોજેક્ટ્સમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે 'રાત અકાલી હૈ' માં જોવા મળશે. આ સિવાય સહ-અભિનેતા વિજય વર્મા સાથે ઓટીટી પ્રોજેક્ટ અને આગામી સીરીઝ 'શાંતારામ' જેમાં તે ચાર્લી હેન્નમ સાથે જોવા મળશે.

Last Updated : Jun 8, 2020, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.