મુંબઈ: અભિનેત્રી રાધિકા આપ્ટેના દિગ્દર્શકમાં બનેલી પ્રથમ શૉર્ટ ફિલ્મ 'ધ સ્લીપવૉકર્સ'ને આ વર્ષે ઑનલાઈન આયોજિત થનારા પામ સ્પ્રિંગ ઈન્ટરનેશનલ શૉર્ટ ફેસ્ટમાં 'ધ બેસ્ટ મિડનાઈટ શૉર્ટ એવૉર્ડ'થી સન્માનિત કરવામાં આવી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
રાધિકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું કે, "થેંકયૂ" પીએસ ફિલ્મ ફેસ્ટ, અમે પામ સ્પ્રિંગ ફેસ્ટિવલમાં બેસ્ટ મિડનાઈટ શૉર્ટ જીતવા પર ખુબ ઉત્સાહિત છીએ. બેસ્ટ મિડનાઈટ નાઈટ એવોર્ડ વિજેતા 'ધ સ્લીપવૉકર્સ 'ને શુભકામના
રાધિકાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, મેં દિગ્દર્શકની પ્રકિયામાં ખુબ આનંદ લીધો છે. હું ઉત્સાહિત છું, આશા છે કે, લોકો જલ્દી શૉર્ટ ફિલ્મ જોઈ શકે. શહાના ગોસ્વામી અને ગુલશન દેવૈયા અભિનીત આ શોર્ટ ફિલ્મને રાધિકાએ લખી અને દિગ્દર્શન કર્યું છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો રાધિકાએ આગામી પ્રોજેકટમાં નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે ફિલ્મ 'રાત અકેલી હૈ 'સામેલ છે. આ સિવાય તેમની પાસે સહ-કલાકાર વિજય વર્માની સાથે એક ઓટીટી પ્રોજેકટ અને આગામી સીરિઝ' શાંતારામ' પણ છે. જેમાં તે ચાર્લી હન્નમની સાથે છે.