- રતન ટાટાની બાયોપિકમાં આર માધવન ?
- સોશિયલ મીડિયામાં થઇ રહી છે ચર્ચા
- માધવને ટ્વીટ કરી આપી માહિતી
મુંબઇઃ સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારે ક્યું ટ્વીટ વાઇરલ થઇ જાય અને ક્યારે કોઇ અફવાને સાચી બની જાય તે કેવું ખૂબ જ મુશ્કેલ છે. હવે એક્ટર આર માધવનની સાથે પણ આવું થઇ રહ્યું છે.
રતન ટાટાની બાયોપિકમાં કામ કરશે?
થોડા સમયથી સોશિયલ મીડિયા પર એવી ચર્ચા થઇ રહી છે કે, આર માધવન બિઝનેસમેન રતન ટાટાની બાયોપિકમાં કામ કરવા જઇ રહ્યા છે. તે રતન ટાટાના રોલમાં જોવા મળશે.
સોશિયલ મીડિયા પર તેનું એક પોસ્ટર ખૂબ જ વાઇરલ થયું હતું. તે પોસ્ટરમાં રતન ટાટાના નામની નીચે માધવનની ફોટો લગાવી હતી. આ પોસ્ટરને જોઇ એક ફેને પણ પ્રશ્ન કર્યા છે. તેણીએ પ્રશ્ન કર્યો કે, શું તે સાચું છે કે, તમે રતન ટાટાની બાયોપિકમાં લીડ રોલ પ્લે કરવા જઇ રહ્યા છે. જો એવું થાય છે તો અનેક લોકો માટે પ્રેરણા બનશે. ફેનના આ પ્રશ્ન પર માધવને પોતે જવાબ આપ્યો હતો.
માધવને ટ્વીટ કરીને આપ્યો જવાબ
ફેન્સની આશાને તોડતા માધવને સ્પષ્ટ્તા કરી હતી કે, આવી કોઇ જ ફિલ્મમાં તે કામ કરવાના નથી. તેને હજૂ સુધી રતન ટાટાનો રોલ પ્લે કરવાની ઓફર મળી નથી.
-
Hey unfortunately it’s not true. It was just a wish at some fans will made the poster. No such project is even on the pipeline or being discussed. https://t.co/z6dZfvOQmO
— Ranganathan Madhavan (@ActorMadhavan) December 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hey unfortunately it’s not true. It was just a wish at some fans will made the poster. No such project is even on the pipeline or being discussed. https://t.co/z6dZfvOQmO
— Ranganathan Madhavan (@ActorMadhavan) December 11, 2020Hey unfortunately it’s not true. It was just a wish at some fans will made the poster. No such project is even on the pipeline or being discussed. https://t.co/z6dZfvOQmO
— Ranganathan Madhavan (@ActorMadhavan) December 11, 2020
ટ્વીટમાં લખ્યું કે, અફસોસ આ સત્ય નથી. આ તો બસ અમુક ફેન્સની ઇચ્છા છે, માટે તેમણે આવું પોસ્ટરો બનાવ્યા છે. આવા કોઇ પ્રોજેક્ટ પાઇપલાઇનમાં નથી. કોઇ રીતનું ડિસ્કશન પણ ચાલતું નથી.
આર માધવનની આગામી ફિલ્મ
જો કે, માધવન રતન ટાટાની બાયોપિકમાં જોવા મળશે નહીં, પરંતુ તેની અપકમિંગ ફિલ્મ Rocketry: The Nambi Effect ને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ એરોસ્પેસ એન્જિનિયર નંબી નારાયણના જીવન પર આધારિત છે.