મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂતનાં અવસાન પછી, તેમના જીવન પર આધારિત અનેક પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે. જેમાં લોકો ભારે રસ દાખવી રહ્યાં છે. મોટાભાગના પુસ્તકો હાર્ડ કોપી અને ઇ-બુક ફોર્મેટમાં ઉપલબ્ધ છે. લોકો સામાન્ય રીતે અભિનેતાને લગતી માહિતી વિશે વધુ જાણવા માટે ઉત્સુક છે.
બજારમાં ઉપલબ્ધ પુસ્તકો મોટે ભાગે તે કેવા પ્રકારના વ્યક્તિ હતા, તેના વિચારો કેવા હતા, તેના લક્ષ્યો અને મહત્વાકાંક્ષા શું હતા, તેનું વ્યક્તિગત જીવન, વ્યાવસાયિક જીવન, સંઘર્ષ, હાર્ટબ્રેક, નિષ્ફળતા અને સફળતા, ઘણું બધું પુસ્તકોમાં જણાવવામાં આવ્યું છે.
જો કે, આમાંના મોટાભાગનાં પુસ્તકો એવા છે, જે ઉતાવળમાં બહાર પાડવામાં આવ્યા છે, અને ખૂબ જ નીચલા સ્તરનું સંશોધન દેખાય છે. આ પુસ્તકોમાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામ કરવામાં આવ્યું નથી, ન તો સચોટ માહિતી આપવામાં આવી છે. તે જ સમયે, અભિનેતાના મોતનો મામલો હજુ પણ સીબીઆઈ પાસે છે. આ પુસ્તકોના લેખકોએ પણ સ્વીકાર્યું છે કે તેઓ ક્યારેય અભિનેતાને મળ્યા નથી.
આવા જ એક પુસ્તકનું નામ છે 'ધ લિજેન્ડ સુશાંત સિંહ રાજપૂત: ધ હાઈટ ઓફ નેશનલ ટ્રેઝર'. દિલ્હીના લેખક પ્રદીપ શર્માએ લખ્યું છે, જેમણે વિલકિંગ ઉપનામ હેઠળ પુસ્તક લખ્યું છે. શર્માનું પુસ્તક 16 જુલાઈએ પ્રકાશિત થયું હતું. લેખકે દાવો કર્યો છે કે, તે સુશાંતને વ્યક્તિગત રીતે ઓળખતા નથી. પરંતુ અભિનેતાના મૃત્યુ પછી, તેમણે અભિનેતા પર એક પુસ્તક લખ્યું છે.
શર્માએ કહ્યું હતું કે, "હું અભિનેતાને વ્યક્તિગત રીતે જાણતો ન હતો, ન તો હું ક્યારેય તેમને મળ્યો છું. પરંતુ, જ્યારે મેં તેમના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે હું તેને સ્વીકારી શક્યો નહીં અને મને ખૂબ બેચેની લાગી. પછી મેં વિચાર્યું કે હું બ્લોગ અથવા કોઈ લેખ લખીશ અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીશ. પણ પાછળથી મને થયું કે હું શ્રદ્ધાંજલિ તરીકે તેમના પર એક પુસ્તક લખી શકું છું."
લેખકે આગળ દાવો કર્યો કે, "આ પુસ્તક તેમના મૃત્યુ પછીના પ્રશંસક તરીકેની અનુભૂતિ વિશે છે અને તે મને કેવી પ્રેરણા આપે છે તે વિશે છે. તમે પુસ્તકમાં તેમની સિદ્ધિઓ, જુસ્સો, નવી વસ્તુઓ જોઈ શકો છો." શર્માએ જો કે, સ્વીકાર્યું કે તેમને વ્યાપક ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તે એટલા માટે કે તેમના પર 'પૈસા કમાવવા અને રાતોરાત ખ્યાતિ મેળવવા'નો આરોપ લાગ્યો હતો.
આવા જ એક લેખક હર્ષવર્ધન ચૌહાણ દ્વારા હિન્દીમાં લખાયેલ પુસ્તકનું નામ 'સુશાંત સિંહ રાજપૂત: મિસ્ટ્રી' છે. જો કે, તેમની જોડણી અને વ્યાકરણની ભૂલો ઓનલાઇન શોપિંગ સાઇટ પર ઉપલબ્ધ પુસ્તકના વર્ણનમાં સ્પષ્ટ રીતે દેખાય છે. સુશાંતના મૃત્યુના એક મહિના પછી આ પુસ્તક 29 જુલાઈના રોજ પ્રકાશિત થયું હતું.
સુપ્રીમ કોર્ટના આદેશથી સીબીઆઈ દ્વારા અભિનેતાના મોતની તપાસ કરવામાં આવી રહી છે. તે જ સમયે, અભિનેતાના ચાહકો મૃત્યુનું રહસ્ય જાણવા માટે રાહ જોઈ રહ્યાં છે. સુશાંત પર કદાચ વધુ પુસ્તકો આવશે. આવી સ્થિતિમાં, કોઈ ફક્ત તે જ આશા રાખી શકે છે કે, તેમના પર વધુ સારું સંશોધન કરવામાં આવે.