ETV Bharat / sitara

ગાયક બાદશાહ સામે વ્યૂઝ વધારવા મામલે થયેલી ફરિયાદ પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ફગાવી - યુટ્યૂબ

બોલીવુડ ગાયક બાદશાહનું એક ગીત યુ-ટ્યૂબ પર રિલીઝ થયું તેના એક દિવસ પછી જ તેના અઢળક વ્યૂઝ આવ્યા હતા. જોકે, આ મામલે મુંબઈ પોલીસે બાદશાહ અને તેના પ્રમોટર સામે ફરિયાદ નોંધી હતી, જેમાં એવો ઉલ્લેખ હતો કે, બંને લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ કરી વ્યૂઝ વધારી રહ્યા છે.

ગાયક બાદશાહ સામે વ્યૂઝ વધારવા મામલે થયેલી ફરિયાદ પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ફગાવી

author img

By

Published : Feb 12, 2021, 12:36 PM IST

  • મુંબઈ પોલીસે બાદશાહ અને તેના પ્રમોટરને મોકલી હતી નોટિસ
  • બંને લોકોએ નોટિસને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં પડાકારી હતી
  • હાઈકોર્ટે આરોપ સાબિત થતો ન હોવાનું કહી પોલીસની નોટિસને રદ કરી

ચંડીગઢ : પંજાબ-હરિયાણા હાઈકોર્ટે પ્રખ્યાત ગાયક બાદશાહના ઓનલાઈન પ્રમોટર લવિશ કથૂરિયાને મોટી રાહત આપી છે. મુંબઈ પોલીસે બંનેને આરોપી બનાવવાની નોટિસ જાહેર કરી હતી. આ નોટિસ વિરુદ્ધ લવિશ કથૂરિયાએ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેના પર સુનાવણી કરતા હાઈકોર્ટે મુંબઈ પોલીસની નોટિસને નકારી કાઢી હતી.

કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ખોટો ઉપયોગ કરી વ્યૂઝ વધાર્યાનો આક્ષેપ

આપને જણાવી દઈએ કે, એક ગીત યુ-ટ્યૂબ પર રિલીઝ થયું હતું, જેના એક દિવસ બાદ જ તેના અઢળક વ્યૂઝ આવી ગયા હતા. મુંબઈ પોલીસે આ મામલામાં ફરિયાદ પણ નોંધી હતી. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ખોટો ઉપયોગ કરી ખોટા વ્યૂઝ વધારવાનો આરોપ હતો.

હાઈકોર્ટે મુંબઈ પોલીસની નોટિસને નકારી કાઢી

લવિશ કથૂરિયાના વકીલે જણાવ્યું હતું કે, આ મામલામાં બાદશાહ આરોપી છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ મામલામાં લવિશ કથૂરિયાનો સંપર્ક કર્યો હતો, જે સોની મ્યૂઝિક સાથે સંકળાયેલા છે. ત્યારબાદ મુંબઈ પોલીસે લવિશ કથૂરિયાને નોટિસ મોકલી હતી. આ નોટિસને લવિશ કથૂરિયાએ હાઈકોર્ટમાં પડકારી હતી.

લવિશ અને ગાયક બાદશાહને અપાઈ હતી નોટિસ

લવિશ કથૂરિયાએ આ નોટિસને હાઈકોર્ટમાં પડકારી એક અરજી હતી, જેમાં જણાવાયું હતું કે, પોલીસ પૂરાવા વગર તેમને નોટિસ મોકલી રહી છે. મુંબઈ પોલીસે તેમને સીઆરપીસીની ધારા-160 હેઠળ નોટિસ મોકલી છે. આ ધારા હેઠળ પોલીસ ફક્ત પોતોના વિસ્તારમાં જ કોઈ આરોપીને નોટિસ મોકલી શકે છે.

પોલીસ ઈચ્છે તો અરજદારો સામે કાર્યવાહી કરી શકે છે : હાઈકોર્ટ

હાઈકોર્ટે તમામ તથ્યોને જોયા પછી કહ્યું હતું કે, પોલીસે જે પૂરાવા રજૂ કર્યા છે તેમાં તપાસ એજન્સી દ્વારા કરવામાં આવેલા આરોપ સાબિત નથી થતા. તેવામાં હાઈકોર્ટે લવિશ કથૂરિયા સામે કરાયેલી નોટિસને રદ કરી દીધી છે. જોકે, હાઈકોર્ટે મુંબઈ પોલીસને એક છૂટ પણ આપી છે કે જો પોલીસ ઈચ્છે તો અરજદારો સામે કાર્યવાહી કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.