- ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારીત હશે
- ફિલ્મમાં મોદીજીની મુખ્ય ભૂમિકામાં કેપ્ટન રાજ માથુરજી છે
- રાજ માથુરે ફિલ્મના નિર્દેશક સુભાષ મલિકનો આભાર માન્યો
લખનઉ: 'ઇન્ડિયા ઇન માય વૈન્સ' ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારીત બનાવવામાં આવી રહી છે. જેના નિર્માતા, દિગ્દર્શક સુભાષ મલિક ઉર્ફ બોબીએ ભૂતકાળમાં ઘણી ફિલ્મો બનાવી છે. તે અયોધ્યાની રામલીલાના અધ્યક્ષ પણ છે. ભગવાન રામના શહેર અયોધ્યામાં પણ આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. તેનું શૂટિંગ યુપી, હરિયાણા અને પંજાબમાં કરવામાં આવશે.
આ ફિલ્મમાં વડાપ્રધાન મોદીનું કામ જોવા મળશે
હિન્દુસ્તાનમાં ફિલ્મ સ્ટારની રામલીલા શરૂ કરનાર સુભાષ મલિક 27 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. તે પોતાના કામ પ્રત્યે ખૂબ ગંભીર છે. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મમાં 2014થી વડાપ્રધાન મોદીના કામ અને વિકાસ દર્શાવવામાં આવશે.
આ પણ વાંચો: વલસાડના ધરાસણામાં વડાપ્રધાન મોદીનું પ્રવચન ખાસ બની રહ્યું! મીઠા સત્યાગ્રહની અનોખી યાદગાર
29 માર્ચ 2021ના રોજ ઑપનીંગ
આ ફિલ્મ તેના શુભ સમય 29 માર્ચ 2021ના રોજ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં મોદીજીની મુખ્ય ભૂમિકામાં કેપ્ટન રાજ માથુરજી છે, અને અન્ય ભૂમિકામાં સુરેન્દ્ર પાલ, જે મહાભારતના દ્રોણાચાર્ય છે, અને ઘણી મોટી ફિલ્મો કરી છે. તેઓ આ ફિલ્મમાં પણ જોવા મળશે. રઝા મુરાદરાજા મુરાદ કાશ્મીરીના રોલમાં છે જે કાશ્મીરીની ભૂમિકા નિભાવશે. આ ફિલ્મમાં ફિલ્મ સ્ટાર બિંદુ દારા સિંહ સરદારની ભૂમિકામાં જોવા મળશે. શાહબાઝ ખાન તેમાં અભિનય કરશે અને ફિલ્મ સ્ટાર અસરાનીજી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને આ ફિલ્મમાં ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સ પણ જોવા મળશે.
મોદીએ ભારતનું મૂલ્ય વધાર્યું
આ પ્રસંગે મુખ્ય ભૂમિકા નિભાવી રહેલા કેપ્ટન રાજ માથુરે કહ્યું કે, વડાપ્રધાન મોદી આ દેશ માટે ઘણી વસ્તુઓ કરી રહ્યા છે, તેમની પ્રશંસા કરીએ એટલી ઓછી છે. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે આપણે પહેલા વિદેશ જતા હતા. ત્યારે ભારતીયોને આવું માન ન હતું. પરંતુ મોદી વડાપ્રધાન બન્યા બાદ ભારતીયોનું સન્માન હવે સર્વત્ર થઈ રહ્યું છે.
આ પણ વાંચો: દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવતા એવું લાગી રહ્યું છે કે, તમામ તીર્થસ્થાનોનો સંગમ આજે થયો છે: વડાપ્રધાન મોદી
રાજ માથુરે નિર્દેશક સુભાષ મલિકનો આભાર માન્યો
રાજ માથુરે આ ફિલ્મના નિર્દેશક સુભાષ મલિક (બોબી) નો આભાર માન્યો છે, તેઓ કહે છે કે, આ ફિલ્મમાં વડાપ્રધાન મોદીની ભૂમિકા માટે પસંદ થવું એ ગર્વની વાત છે. આ પ્રસંગે ફિલ્મના નિર્દેશક સુભાષ મલિક (બોબી) એ કહ્યું કે, તેઓ વડાપ્રધાન મોદી પર ફિલ્મ બનાવવા માટે ઘણા વર્ષોથી વિચારી રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ દેશ માટે જે કર્યું તે આપણે ક્યારેય ભૂલી નહી શકાય. તે દરેક મનુષ્ય માટે તેના હ્રદયમાં સ્થાન ધરાવે છે, કોઈની નજરમાં નાનો કે મોટો નથી. આ ફિલ્મ 6 મહિનામાં થિયેટરોમાં જોવા મળશે. આ ફિલ્મના સહયોગી નિર્માતા શુભમ મલિક છે, આ ફિલ્મનું નામ ઈન્ડિયા ઇન માય વૈન્સ છે. જેનો અર્થ મારી નસ-નસમાં ભારત છે.