મુંબઇ: અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસે તેની સાસુ ડેનિસ જોનસના જન્મદિવસ નિમિત્તે તેની માટે એક ખાસ પોસ્ટ શેર કરી હતી.
પ્રિયંકાએ ડેનિસ સાથે એક ફોટો શેર કરતા લખ્યું હતું, "હેપી બર્થડે મમ્મા... જે! તમારા સાથ અને ઉદારતા માટે આભાર. હું ખુશ છું કે તમે અત્યારે અમારી સાથે છો જેથી અમે તમારો જન્મદિવસ ઉજવી શકીએ છીએ.’
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
પ્રિયંકાના પતિ અને પોપ સિંગર નિક જોનાસે પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ મૂકીને લખ્યું હતું, " લવ યૂ મોમ! જન્મદિવસની શુભકામનાઓ!"
પ્રિયંકા હવે 'ધ વ્હાઇટ ટાઈગર'માં દેખાશે જે નેટફલિક્સ પર રજૂ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે આદર્શ ગૌરવ અને રાજકુમાર રાવ પણ દેખાશે.