મુંબઇ : બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ નિસર્ગ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને સાવચેતીના નિયમોનું પાલન કરવા મુંબઈવાસીઓને વિનંતી કરી છે.
ભારતના હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, બુધવારે ચક્રવાતી તોફાન મહારાષ્ટ્રના ઉત્તરી દરિયાકાંઠે 11 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આવી રહ્યું છે.
પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મુંબઇના પ્રખ્યાત બાંદ્રા-વરલી સી લિંક રોડની તસવીર શેર કરતાં અભિનેત્રીએ લખ્યું છે, "ચક્રવાત નિસર્ગ, મુંબઈમાં 20 કરોડથી વધુ લોકોના પોતાના ઘર છે. જેમાં મારી મમ્મી અને ભાઇ પણ સામેલ છે."
પ્રિયંકાએ બૃહમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની લિંક શેર કરી, જેમાં મુંબઇવાસીઓ માટે લખ્યું છે કે આ સમયે તેઓએ શું કરવાનું છે અને શું નહીં કરવું.
ઉલ્લેખનિય છે કે ભારતના હવામાન વિભાગે કહ્યું હતું કે 3 જૂનના બપોર કે સાંજ સુધીમાં મહારાષ્ટ્રના દરિયાકાંઠે તીવ્ર ચક્રવાતી વાવાઝોડાની અસર પડવાની સંભાવના છે.