મુંબઈ: પાવર કપલ પ્રિયંકા ચોપડા અને નિક જોનસ હાલમાં લોકડાઉનને કારણે લોસ એન્જલસમાં પોતાના ઘરે બંધ છે.પરંતુ તેઓએ સોસિયલ મીડિયા દ્વારા તેમની પહેલી ડેટની બીજી એનિવર્સરીની ઉજવણી કરી હતી.અને સાથેજ કેટલીક સુંદર ફોટો પણ શેર કરી છે. બન્નેએ ઇંસ્ટાગ્રામ પર તેમની ડેટ નાઇટની ફોટો પોસ્ટ કરી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
'બેવોચ' અભિનેત્રીએ ફોટો સાથેની કેપ્શનમાં લખ્યું હતું કે, '2 વર્ષ પહેલા આજના દિવસે અમે સાથે પહેલો ફોટો કલિક કર્યો હતો.ત્યારથી આજ દીન સુધી તે મને ખૂબ ખુશી અને પ્રેમ આપ્યો છે.'
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તેણે વઘુમાં લખ્યું કે ' આઇ લવ યૂ @nickjonas આપણા જીવનને સાથે આટલુ અદભુત બનાવવા માટે થેન્કયુ. ઘણી બધી ડેટ નાઇટસ માટે.'
'સકર' સિંગરે તેના ફોટાના કેપ્શનમાં લખ્યું છે, કે 'હું અને આ સુંદર મહિલા આજના દિવસેજ 2 વર્ષ પહેલા અમારી પહેલી ડેટ પર ગયા હતા.'
તેમણે વધુમાં કહ્યું કે, 'આ મારા જીવનના શ્રેષ્ઠ 2 વર્ષ રહ્યા છે, અને જો વિચાર કરવામાં આવે તો હું મારા જીવનનો આ ક્ષણ ખૂબ જ ખુશીઓ સાથે વિતાવવા માટે ખૂબ જ ભાગ્યશાળી રહ્યો છું. આઇ લવ યૂ બેબ. બે વર્ષ મુબારક.'