મુંબઈ: દેશમાં કોરોના વાઇરસથી થયેલા લોકડાઉન ધીમે ધીમે અનલૉક થઈ રહ્યું છે એવામાં કેટલાક નવા નિયમો સાથે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ શરૂ થઈ રહ્યા છે.
બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિંટા શનિવારના રોજ 6 મહિના બાદ કામ પર આવી હતી તેમને જણાવ્યું હતું કે કોરોના કાળમાં શૂટિંગ કરવું મુશ્કેલ અને ડર જેવું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
પ્રીતિ ઝિંટાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે શૂટિંગ પહેલા આંખોનો મેકઅપ કરતી જોવા મળી રહી છે.
ફોટા સાથે કેપ્શનમાં તેણે લખ્યું આ સમયમાં અલગ-અલગ ઇમોશન્સ સામે આવી રહ્યા છે.
પ્રીતિ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે. તે તેમના ફેન્સ સાથે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે