ન્યૂઝ ડેસ્ક: હાલ અભિનેત્રી પૂજા હેગડે તેની આગામી ફિલ્મ (Pooja hegde upcoming Films) 'રાધે શ્યામ'ના પ્રમોશનમાં (pooja hegde radhe shyam promotions) વ્યસ્ત છે. આ દરમિયાન તે પ્રભાસ સાથે કામ કરવાના અનુભવ વિશે જણાવે છે. સાથે જ, પૂજાએ કારકિર્દીની શરૂઆતથી તેલુગુ ઉદ્યોગના એ-લિસ્ટર્સ સાથે કામ કરી રહી છે, તેણે તેના સહ કલાકારો પ્રભાસ, જુનિયર એનટીઆર અને અલ્લુ અર્જુનના શ્રેષ્ઠ ગુણો વિશે વાત કરી છે.
પૂજા આ પાત્રમાં આવશે 'રાધે શ્યામ'માં નજર
પૂજા 'રાધે શ્યામ'માં તેના પાત્ર વિશે કહે છે કે, મેં મૂવીમાં પ્રેરણાની ભૂમિકા ભજવી છે. મારી ભૂમિકામાં વિવિધ શેડ્સ અને લાગણીઓ છે. પ્રેરણાની ભૂમિકા બહુસ્તરીય છે અને મારે આ ભૂમિકા પર સંશોધન કરવું પડ્યું હતું. જેની અસર મારી વિચારસરણી પર પડી હતી. પૂજા ફિલ્મ અંગે વાત કરે છે કે, તે જ્યોતિષમાં વિશ્વાસ ધરાવે છે અને ભવિષ્ય-કથનમાં દ્રઢપણે માને છે.
આ પણ વાંચો: ITA 2022: આ એવાર્ડમાં રાખી સાવંતે રણવીર સિંહ સાથે કર્યુ કંઇક આવુ..
પૂજાઓ આ કલાકારો સાથે કામ કર્યું
પૂજાએ અલ્લુ અર્જુન સાથે 'અલા વૈકુંઠપુરરામુલુ'માં કામ કર્યું છે અને જુનિયર એનટીઆર સાથે અરવિંદ સામેથા વીરા રાઘવમાં પણ કામ કર્યું છે. ઉપરાંત, પ્રભાસ સાથેનો તેનો આગામી પ્રોજેક્ટ 'રાધે શ્યામ' હજી રિલીઝ થયો નથી, જ્યારે ટોચના તેલુગુ હીરો સાથે કામ કરવાના તેના અનુભવ વિશે પૂજાને સવાલ કરાયો તો તેણે કહ્યું કે, અત્યાર સુધી તેમના દ્વારા જે પ્રકારનું સ્વાગત કરવામાં આવ્યું છે તેનાથી તે અભિભૂત થઈ ગઈ છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
પૂજાએ આ મહાન હસ્તીઓ વિશે આપ્યો તેનો અભિપ્રાય
પ્રભાસ વિશાળ ફેન્ડમ ધરાવતો હોવા છતાં પણ ઘણો નમ્ર છે. ફિલ્મ 'રાધે શ્યામ'ના શૂટિંગ દરમિયાન, અમારી ટીમના ઘણા સભ્યો કોવિડ સંક્રમિત થયા હતા. આ દરમિયાન પ્રભાસે તે બધાને ભોજન મોકલવાનું સુનિશ્ચિત કર્યું હતું. મારી માતાએ પણ આ સુંદર હાવભાવથી આનંદ અનુભવ્યો હતો." અન્ય કલાકારો વિશે પૂજાએ જણાવ્યું કે, "જુનિયર એનટીઆર એક અદ્ભુત અભિનેતા છે, એક પરફેક્શનિસ્ટ છે. તેના શોટ્સ એક જ ટેકમાં ઠીક થઈ જાય છે. બીજી તરફ, અલ્લુ અર્જુન આસપાસ એટલી બધી ઊર્જા વહન કરે છે, જે તેને સેટ પર સૌથી આકર્ષક વ્યક્તિ બનાવે છે. "
પૂજા પાસે આટલા પ્રોજેક્ટ
પૂજાએ તેના આગામી પ્રોજેક્ટ અંગે કહ્યું, "મારી પાસે મહેશ બાબુ સાથે એક પ્રોજેક્ટ છે, જેનું નિર્દેશન ત્રિવિક્રમ શ્રીનિવાસ કરવાના છે. મારી પાસે કેટલીક અન્ય ફિલ્મો પણ છે, જેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે".
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સેન્સર બોર્ડે પ્રભાસ સ્ટારર ફિલ્મ માટે 'U/A' આપ્યું
ફિલ્મ 'રાધે શ્યામ' 11 માર્ચે વિશ્વભરમાં થિયેટરમાં રિલીઝ થવાની છે. સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક હવે સેન્સર દ્વારા પ્રમાણિત છે. સેન્સર બોર્ડે પ્રભાસ સ્ટારર ફિલ્મ માટે 'U/A' આપ્યા હોવાથી ફિલ્મ હવે પૂરી થઈ ગઈ છે. રાધા કૃષ્ણ કુમાર દિગ્દર્શિત, રાધે શ્યામનો ક્રિસ્પ રનટાઈમ છે, જે લગભગ 150 મિનિટનો છે.
આ પણ વાંચો: saba azad sings begali song: રૂમર્ડ લેડી લવ સબા આઝાદની હૃતિક રોશને કરી આ અંદાજમાં પ્રશંસા