મુંબઈઃ પૂજા બેદીને પોતાની જિંદગીમાં ફરી એક વાર તેને પ્રેમ મળ્યો છે. જેનો શ્રેય તે પોતાની પુત્રી અને અભિનેત્રી અલાયા અને પુત્ર ઉમરને આપે છે. તેમણે માનેક નામક વ્યકિત સાથે સગાઈ કરી છે.
- View this post on Instagram
That warm fuzzy comforting feeling when surrounded by those you love❤❤❤❤❤❤
">
પૂજાએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, તેમના સંતાનોએ તેમને જિંદગીમાં આગળ વધવા અને નવા સંબંધો અપનાવવા પ્રેરિત કર્યા છે. 'પોતાના જુના સંબંધ અંગે તેમણે વધુમાં કહ્યું કે, 'મારા સંતાનોને મારી જિંદગીમાં રહેનારા લોકો પંસદ છે અને તેઓ એક બીજા સાથે પણ સારા હતા. તેમ છતાં કારણ ગમે તે હોય વાત આગળ વધી નહી, પંરતુ મે મારી જિંદગી તેની સાથે ઈન્જોય કરી હતી.'
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
પૂજા બેદીએ વધુમાં કહ્યું કે, તેમના બાળકો ઈચ્છે છે કે, તે જિંદગીમાં આગળ વધે અને કોઈ સારા માણસ સાથે ઘર વસાવી લે. જોકે તેના એક્સ હસબન્ડ ફરહાન ફર્નીચરવાલાએ લૈલા ખાન ફર્નીચરવાલા સાથે લગ્ન કરી જીવનમાં આગળ વધી ચુક્યાં છે.
- View this post on Instagram
Live. Love. Laugh. ❣❣❣ Such a happy, peaceful vibe at @tuguhotels #baliindonesia
">
વધુમાં પૂજા બેદીએ ઉમેર્યુ કે, 'મારા સંતાનોએ મને કહ્યું કે, તમારે પણ પપ્પાની જેમ જિંદગીમાં આગળ વધવું જોઈએ. તેમણે લેૈલા આન્ટી સાથે લગ્ન કરી લીધા છે, તો તમારે પણ કોઈને મળી તેમની સાથે જલ્દીથી લગ્ન કરી લેવા જોઈએ.'
હાલ પૂજા બેદી માનેક સાથે સંબંધમાં છે. બંનેએ સગાઈ ગત વેલેન્ટાઈન્સ ડે પર સગાઈ પણ કરી લીધી છે. રસપ્રદ વાત છે કે પૂજા અને માનેર ધ લોરેન્સ સ્કુલમાં સાથે હતા. બંને એક વર્ષ રિલેશનશિપમાં રહ્યાં અને બાદમાં માનેકે પૂજાને પ્રપોઝ કર્યા, બાદમાં બંનેએ એક બીજા સાથે જીંદગી વિતાવવા સગાઈ કરી.
ટ્વિટર પર પૂજા બેદીએ પોતાની સગાઈ અંગે જાણકારી આપી હતી. સાથે સાથે એ પણ કહ્યું હતુ કે તેમની જીંદગીમાં તુફાન બાદ લાંબા સમયે સુખ આવ્યું.