મુંબઇઃ બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રૈનોત સામે પોલીસમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે પોતાની બહેન રંગોલી ચંદેલના સપોર્ટમાં જે વીડિયો બનાવ્યો છે, તેમાં તેણી કથિત રીતે ખાસ સમુદાયને આતંકવાદી જણાવી રહી છે.
કંગનાએ આ વીડિયો રંગોલી ચંદેલના ટ્વીટર અકાઉન્ટ સસપેન્ડ થયા બાદ તેના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.
આ ફરીયાદ મુંબઇના નિવાસી વકીલ અલી કાશિફ ખાન દેશમુખે દાખલ કરી છે.
આ ફરીયાદમાં મહત્વનું છે કે, એક બહેન નરસંહાર હત્યા, હિંસાની વાત કરે છે અને બીજી બહેન તેના ટ્વીટર સસ્પેન્શન પર જેને લઇને સમગ્ર દેશ ટીકા કરી રહ્યો છે, તેનું ન માત્ર સમર્થન કરે છે, પરંતુ એક સમુદાય પર આતંકવાદીનું લેબલ પણ લગાવે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અભિનેત્રી અને તેની બહેન રંગોલી ચંદેલે પોતાના ફાયદા માટે સ્ટારડમ, ફેનબેસ, પૈસા, પાવર અને પ્રભાવનો ખોટો ઉપયોગ કરીને નફરત, અસંતુલન, દેશમાં લડાઇે વધારો આપવાનો આરોપ લગાવ્યો છે.
હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં કંગના રૈનોત કહે છે કે, જો કોઇ પણ રંગોલીના ટ્વીટ અથવા તેની વાતનું દુઃખ લાગ્યું હોય તો તે, સાર્વજનિક માફી માગવા તૈયાર છે.
વધુમાં કહ્યું કે, મારી બહેન રંગોલી ચંદેલે સ્પષ્ટ રીતે તે લોકો વિશે વાત કરી હતી, જેણે પોલીસવાળા અને ડૉકટર્સ પર હુમલો કર્યો હતો અને તેને ગોળી મારવી જોઇએ.
આ બાદ તેણીએ કહ્યું કે, રીમા કાગતી જી અને ફરાહ ખાન અલી જી દ્વારા લગાવવામાં આવેલા આરોપ ટ્વીટ સમુદાય આધારિત છે, ખોટા છે.
એક્ટ્રેસે વીડિયો મેસેજમાં એમ પણ જણાવ્યું કે, તે અને તેની બહેન માને છે કે, કોઇ પણ સમુદાયના વ્યક્તિને ડૉકટર્સ અને પોલીસ પર હુમલો ન કરવો જોઇએ.