ETV Bharat / sitara

55 વર્ષની વયે શાહરૂખ ખાને કર્યું બોડી ટ્રાન્ફોર્મેશન, ઈન્સ્ટાગ્રામ પર ફોટો થયો વાઈરલ - shah rukh khan transformation photo

બોલિવુડમાં કિંગ ખાનના નામે પ્રખ્યાત શાહરૂખ ખાન પોતાના અલગ અલગ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં જ શાહરૂખ ખાનનો ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો અપલોડ થયો છે, જેમાં તે ખૂબ જ ફીટ અને ડેસિંગ જોવા મળી રહ્યો છે. 55 વર્ષની ઉંમરે પણ શાહરૂખ ખાન આટલો ફિટ અને આકર્ષક દેખાતા તેના ફેન્સ ખૂબ જ ખુશ થઈ રહ્યા છે.

શાહરૂખ ખાન
શાહરૂખ ખાન
author img

By

Published : Aug 3, 2021, 4:27 PM IST

Updated : Aug 3, 2021, 5:35 PM IST

  • બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનનો ડેશિંગ ફોટો થયો વાઈરલ
  • પોતાના અલગ અલગ અંદાજના કારણે ચર્ચામાં રહે છે શાહરૂખ ખાન
  • ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીએ શાહરૂખનો ફોટો કર્યો શેર

ન્યૂઝ ડેસ્ક: બોલિવુડમાં કિંગ ખાનથી પ્રખ્યાત શાહરૂખ ખાનને પોતાના લુક્સથી લોકોના દિલ જીતવાનો એક અલગ જ શોખ છે. ત્યારે બોલિવુડ તેમ જ મહાન હસ્તીઓની ફોટોગ્રાફી કરતા ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીએ શાહરૂખ ખાનનો એક એવો ફોટો શેર કર્યો છે, જેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ ફોટોમાં શાહરૂખ ખાન ખૂબ જ ડેશિંગ લાગી રહ્યો છે. કારણ કે, 55 વર્ષની વયે પણ શાહરૂખ ખાને પોતાનું બોડી જે રીતે મેઈન્ટેન રાખ્યું છે. તેને જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. આ ફોટોમાં શાહરૂખ ખૂબ જ ફિટ જોવા મળી રહ્યો છે. આમેય, શાહરૂખ અત્યારે તેની આગામી ફિલ્મ પઠાનનું શૂટિંગ જોરશોરથી કરી રહ્યો છે. તેવામાં આ લોકોને આ અંદાજ જોવા મળ્યો છે.

આ પણ વાંચો- કોવિડ-19: શાહરૂખના પગલા પર ચાલ્યા ફેન્સ, SRK ફેન્સ ક્લબે કર્યું ડોનેશન

બોલિવૂડ સેલિબ્રિટીઝે શાહરૂખના નવા લુકના કર્યા વખાણ

ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીએ હાલમાં જ શાહરૂખ ખાનનું ફોટોશૂટ કર્યું છે. શાહરૂખનો ફોટો શેર કરતા સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઈ છે. આ ફોટો બ્લેક એન્ડ વ્હાઈટ છે, જેમાં શાહરૂખ બોડી બતાવતા જોવા મળી રહ્યો છે. ઘણા વર્ષો પછી શાહરૂખનો આ અંદાજ જોવા મળતા તેના ફેન્સમાં એક અલગ જ ખુશી જોવા મળી રહી છે. તો શાહરૂખના આ ફોટો પર બોલિવુડ સેલિબ્રિટીઝથી લઈને તેના ફેન્સ કમેન્ટ કરી વખાણ કરી રહ્યા છે. ડબ્બુ રતનાનીએ આ ફોટોને શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, જ્યારે તમે નીડર બની જાઓ છો ત્યારે જીવનની સંભાવના અપાર થઈ જાય છે.

Last Updated : Aug 3, 2021, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.