આ પહેલા આ ફિલ્મનું એક ગીત 'ધીરે ધીરે' રિલીઝ થઇ ચૂક્યું છે. હવે તેનું નવું ગીત 'અંખીયો સે ગોલી મારે' રિલીઝ થયું છે.
આ ગીતમાં અનન્યા અને ભૂમિ ગોલ્ડન ડ્રેસમાં ખૂબ જ હોટ દેખાઈ રહ્યા છે. 1998ની ફિલ્મ 'દુલ્હે રાજા'ના પ્રખ્યાત ગીત 'અંખીયો સે ગોલી મેરે' નું આ નવું વર્ઝન છે.
જૂના ગીતમાં ગોવિંદા અને રવિના ટંડન હતા, જ્યારે નવા ગીતમાં કાર્તિક, અનન્યા અને ભૂમિની ત્રિપુટી જોવા મળી રહી છે. નવું વર્ઝનમાં તુલસી કુમાર અને મીકા સિંહે પોતાનો અવાજ આપ્યો છે.