આ ફિલ્મમાં જોન અબ્રાહમ ઉપરાંત અનિલ કપૂર, ઇલિયાના ડિક્રુઝ, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, કૃતિ ખારબંડા, ઉર્વશી રૌતેલા અને સૌરભ શુક્લા પણ મહત્વની ભૂમિકામાં છે. ‘પાગલપંતી’ આ વર્ષે 22 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
કોમેડીના બાદશાહ કહેવાતા અનીસ બઝમીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ પોતાના ટ્રેલરથી જ ફેન્સમાં છવાઈ ગઈ છે. ટ્રેલરથી અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મ જોરદાર એન્ટરટેઈનમેન્ટ પિરસશે. આ પહેલા પણ અનીસ બઝમીએ અનેક સુપરહીટ કોમેડી ફિલ્મો આપી છે. જેમાં નો એન્ટ્રી, વેલકમ, સિંગ ઈઝ કિંગ, રેડી જેવી ફિલ્મો સામેલ છે.