અનીસ બજ્મીના નિર્દેશન હેઠળ બનેલી પાગલપંતીનું ટ્રેલર જોઇને ખબર પડે છે કે, આ ફિલ્મ જોરદાર એન્ટરટેઇનમેન્ટ આપશે. આ ફિલ્મના લુક પોસ્ટર્સમાં સ્ટારકાસ્ટની મેડનેસ જોવા મળી હતી. અનીસ બજ્મી પોતાના ડિરેક્શનમાં કેટલાક સુપરહિટ કૉમિક ફિલ્મ આપી ચૂક્યા છે. જેમાં નો એન્ટ્રી, વેલકમ, સિંહ ઇઝ કિંગ, રેડી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
પાગલપંતીનું ટ્રેલર પૂરી રીતે આ ટાઇટલને જસ્ટિફાય કરે છે. આ ટ્રેલરમાં જૉન અબ્રાહમ, અનિલ કપૂર, અરશદ વારસી અને સૌરભ શુક્લાની શાનદાર કૉમેડી જોવા મળી રહી છે. કૉમિક રોલમાં જૉન અબ્રાહિમ શોભી રહ્યાં છે. કૉમિક ટાઇમિંગ, બેકગ્રાઉન્ડ સ્કોર અને ડાયલૉગ પણ દમદાર છે.
આ ફિલ્મનું ટ્રેલર થોડું કન્ફ્યુઝિંગ છે. શું થઇ રહ્યું છે, શા માટે થઇ રહ્યું છે, તે સમજવું થોડું મુશ્કેલ છે. મેકર્સે ટ્રેલરમાં કહાની અને કેરેક્ટર્સને સ્થાપિત કરતા નથી. પરંતુ, એટલું જરૂર છે કે, જૉન અબ્રાહમની આ મુવીમાં પાગલપંતી ખૂબ જ હશે. 22 નવેમ્બરે આ ફિલ્મ જરૂરથી દર્શકોને લોટપોટ કરશે.
છેલ્લા ઘણા સમયથી એક્શન અને સીરિયસ મોડમાં જોવા મળી રહેલા જૉન અબ્રાહમને ફેન્સ લાંબા સમય બાદ કૉમેડી કરતા જોવા મળશે. જૉન અબ્રાહમને લોકોએ કૉમિક રોલ્સમાં પણ પસંદ કર્યા છે. પાગલપંતીના પોસ્ટર્સમાં જૉન અબ્રાહમ અલગ જ અવતારમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં જૉનના પાત્રનું નામ રાજ કિશોર છે. સોશિયલ મીડિયા પર પાગલપંતીના ટ્રેલરને શાનદાર રિસપોન્સ મળી રહ્યા છે
.