- હિન્દી સિનેમાના દિવંગત અભિનેતા ઋષિ કપુરની 4 સપ્ટેમ્બરે 69મી જન્મજયંતી હતી
- ઋષિ કપુરના પત્ની અભિનેત્રી નીતુ કપુરે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો ફોટો
- રણબીરના લગ્નમાં હાજર રહેવાનું ઋષિ કપુરનું સપનું અધુરું જ રહી ગયુંઃ નીતુ કપુર
નવી દિલ્હીઃ દિવંગત મહાન અભિનેતા ઋષિ કપુરની 4 સપ્ટેમ્બરે 69મી જન્મજયંતી હતી. તે દિવસ નિમિત્તે નીતુ કપુરે એક મોટો ખુલાસો કર્યો હતો. નીતુ કપુરે સોશિયલ મીડિયા પર ઋષિ કપુર સાથેનો ફોટો શેર કર્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે, હું ઋષિજીને ઘણી યાદ કરી રહી છું. તેમણે જણાવ્યું હતું કે, તેમની ઈચ્છા હતી કે, રણબીર કપુરના લગ્ન થતા તે જોવે, પરંતુ તેમનું આ સપનું અધુરું રહી ગયું. તેમની બીજી ઈચ્છા હતી કે, તેમનું ઘર કૃષ્ણા રાજ બનીને તૈયાર થાય અને તેમાં ત્રણ અલગ અલગ એપાર્ટમેન્ટ હોય. આમાં રિદ્ધિમા, રણબીર અને ઋષિ-નીતુ કપુર સાથે રહી શકે. તેઓ હંમેશા જ્યાં ઘર બની રહ્યું હતું. ત્યાં જતા હતા અને સમગ્ર માહિતી મેળવતા હતા.
આ પણ વાંચો- દીપિકા પાદુકોણ 19,000થી વધુ કિંમતની સાડીમાં આકર્ષક લાગે છે, જૂઓ તસવીરો
ઋષિ કપુર રણબીરના લગ્ન માટે ઘણા ભાવુક હતાઃ નીતુ કપુર
નીતુ કપુરે એક ઈન્ટરવ્યુમાં ઋષિ કપુરની ઈચ્છાઓ અંગે વાત કહી છે. તેમણે કહ્યું હતું કે, ઋષિ જી, રણબીર કપુરના લગ્ન જોવા માગતા હતા. આને લઈને તે ઘણા જ ભાવુક હતા. તેઓ હંમેશા કહેતા હતા કે, કોઈક દિવસે મને મારા દિકરાના લગ્ન થતા જોવા છે.
આ પણ વાંચો- Desi girl Priyanka Chopra પતિ નિક જોનસ સાથે ગોલ્ફ રમતી જોવા મળી, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટો
ઋષિજી કપડાં, જૂતા, સુટ, જેકેટના શોખીન હતાઃ નીતુ કપુર
નીતુ કપુરે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, મને ખબર છે કે, આજે તેઓ પોતાના માટે નવો સુટ ખરીદતા અને તેમને તૈયાર થવામાં 2 કલાક લાગતા. જ્યારે મને ફક્ત એક જ કલાક લાગે છે. તેમને કપડાં અને કલર્સનો ઘણો શોખ હતો. તેઓ પીળા, પર્પલ, લીલા અને ગોલ્ડ રંગ પણ ઘણી સારી રીતે પહેરતા હતા. મને ખબર નથી કે, તેમણે કેટલા સુટ અને જેકેટ હજી પણ રાખ્યા છે, જે ક્યારેય પહેર્યા પણ નથી. તેમને જૂતાનો પણ ઘણો શોખ હતો. તે પણ ઘણા રંગબેરંગી હતા.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
નીતુ કપુરે ઋષિજી સાથે ફોટો શેર કરી તેમને શ્રદ્ધાંજલિ આપી
નીતુ કપુરે દિવંગત પતિ ઋષિ કપુરની જન્મજયંતી પહેલા એક ફોટો શેર કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમાં તેમણે લખ્યું હતું કે, હું ઋષિજી પાસેથી ઘણું શીખી છું. ન્યૂ યોર્કમાં પણ આ પ્રવાસ ચાલુ રહ્યો હતો. જ્યારે તેમનું બ્લડ કાઉન્ટ સારું રહેતું ત્યારે અમે સાથે ભોજન લેતા હતા, શોપિંગ કરતા હતા.ત સાથે હસતા, ઘરે જ રહીને ટીવી જોતા, ખાવાનું ઓર્ડર કરતા. નીતુ કપુરે એ પણ કહ્યું હતું કે, તેઓ પ્રતિદિવસનો ઉપકાર માનવાની માગ છે. અમે આજે તેમને યાદ કરીએ છીએ. ઋષિ કપુર ફિલ્મ અભિનેતા હતા. તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની ફિલ્મો ઘણી પસંદ પણ કરવામાં આવી હતી.