ETV Bharat / sitara

Oksana Shvets Dies: રૂસ રોકેટ હુમલામાં યૂક્રેનિ અભિનેત્રી ઓક્સાના શ્વેત્સનું મોત - Young Theartre

યૂક્રેનિયન અભિનેત્રી ઓક્સાના શ્વેત્સનું રશિયન રોકેટ હુમલામાં મૃત્યું (Oksana Shvets Dies) થયું છે. આ સમાચારની પુષ્ટિ તેમના કલાકાર જૂથ, યંગ થિયેટર (Young Theartre) દ્વારા કરવામાં આવી છે.

Oksana Shvets Dies: રૂસ રોકેટ હુમલામાં યૂક્રેની અભિનેત્રી ઓક્સાના શ્વવેત્સની મોત

author img

By

Published : Mar 18, 2022, 1:51 PM IST

કિવઃ કિવમાં એક ઇમારત પર રશિયન રોકેટ હુમલામાં યૂક્રેનિયન અભિનેત્રી ઓક્સાના શ્વેત્સનું મોત (Oksana Shvets Dies) થયું છે. તેના કલાકારોના જૂથ, યંગ થિયેટરે (Young Theartre), તેણીના મૃત્યુની પુષ્ટિ કરતું એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં લખ્યું હતું કે, 'કિવમાં રહેણાંક મકાન પર રોકેટ હુમલા દરમિયાન યૂક્રેનિયન કલાકાર ઓક્સાના શ્વેત્સનું મૃત્યુ થયું હતું. 'ધ હોલીવુડ રિપોર્ટર' અનુસાર, ઓક્સાના 67 વર્ષની હતી અને તેને યૂક્રેનના સૌથી પ્રતિષ્ઠિત કલા સન્માન, યૂક્રેનનો મેરિટેડ આર્ટિસ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

બીજી તરફ સંરક્ષણ મંત્રાલયે આપ્યુ આ નિવેદન

બીજી તરફ, રશિયાના સંરક્ષણ મંત્રાલયે યૂક્રેન પરના હુમલા સંદર્ભે કહ્યું છે કે, "સ્પેશિયલ ઓપરેશન માત્ર યૂક્રેનના સૈન્ય માળખાને નિશાન બનાવી રહ્યું છે, ત્યારે 24 ફેબ્રુઆરીએ રશિયાએ યૂક્રેનમાં સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો હતો". સંઘર્ષની શરૂઆતથી જ બન્ને દેશોમાં સેંકડો નાગરિકો માર્યા ગયા છે. આ સંજોગોમાં લાખો લોકો સ્થળાંતર કરવા મજબૂર થયા છે.

આ પણ વાંચો: Sharmaji Namkeen trailer: સ્વ-શોધની હૃદયસ્પર્શી વાર્તા 'શર્માજી નમકીન'નું ટ્રેલર થયું રિલીઝ

જાણો આ યુદ્ધના લીઘે થયેલા મોતના આંકડા અંગે

યૂક્રેનના ઉત્તર પૂર્વીય શહેર ખાર્કિવ નજીક મેરેફામાં એક કોમ્યુનિટી સેન્ટર અને એક શાળામાં બોમ્બ ધમાકામાં 21 લોકોના મોત થયા હતા. ખાર્કિવ પ્રદેશ ભારે બોમ્બમારો હેઠળ છે, કારણ કે રશિયન દળો આ ક્ષેત્રમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યાં છે. યૂક્રેનની ઈમરજન્સી સર્વિસે જણાવ્યું કે, "કિવના ઉત્તરપૂર્વમાં આવેલા ચેર્નીહાઈવ શહેરમાં ગોળીબારમાં એક મહિલા સહિત તેના પતિ અને ત્રણ બાળકોના મોત થયા છે". મળતી માહિતી મુજબ, રશિયન એરસ્ટ્રાઈકમાં માર્યુપોલ થિયેટરને નિશાન બનાવવામાં આવ્યું હતું, જ્યાં સેંકડો લોકો આશ્રય લઈ રહ્યા હતા, હજુ સુધી મૃતકોની સંખ્યા સ્પષ્ટ નથી.

આ પણ વાંચો: shah rukh khan ott Paltform: શાહરૂખ ખાન OTT એપ SRK+ને લઈને પરેશાન,અજય દેવગણે કહ્યું સોરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.