મુંબઈ: 34 વર્ષીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો દેશની રાજધાની દિલ્હી સાથે કનેક્શન રહ્યું છે. દિલ્હીના અશોક વિહાર ફેઝ 3 વિસ્તારમાં આવેલી કુલાચી હંસરાજ મોડેલ સ્કૂલના સુશાંત સિંહ રાજપૂતે 11 અને 12માં ધોરણનો અભ્યાસ કર્યો છે. 2001 થી 2003 સુધી સુશાંતસિંહ રાજપૂતે આ શાળામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. સુશાંતસિંહ રાજપૂત શાળામાં ખૂબ જ એક્ટિવ વિદ્યાર્થી હતા. સામાજિક પ્રવૃત્તિઓ અને ડ્રામામાં હંમેશા પાર્ટીસિપેટ કરતો હતો.
સુશાંત સિંહ રાજપૂત હંમેશા તેની શાળા સાથે સંકળાયેલા રહ્યા અને ફિલ્મના પ્રમોશન માટે શાળાએ પણ આવતા હતા.આ ઉપરાંત, શાળાના વાર્ષિક કાર્યક્રમમાં સુશાંતસિંહ રાજપૂત ઘણી વખત શાળાએ આવ્યા હતા. 4 વર્ષ પહેલા સુશાંત સિંહ રાજપૂત તેમની આખી ટીમ અને ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સાથે ફિલ્મ ‘મહેન્દ્ર સિંહ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ ના પ્રમોશન માટે પોતાની સ્કૂલમાં ગયા હતા.