મુંબઈઃ બૉલિવૂડ સિંગર ટોની કક્કરનો આજે જન્મદિવસ છે. ટોનીની બહેન અને બૉલીવુુડની પોપ્યુલર સિંગર નેહા કક્કરે પોતાના ભાઈને સોશિયલ મીડિયામાં ખાસ અંદાજમાં શુભેચ્છા પાઠવી હતી. 'ધીમે ધીમે' અને 'કોકા કોલા તુ' ગીતથી ટોની કક્કરે દર્શકોના દીલ જીત લીધા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
નેહા કક્કરે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે પોતાના ભાઈ ટોની કક્કર સાથે જોવા મળે છે. ફોટો કેપ્શનમાં નેહાએ લખ્યું છે, 'સૌથી વિનમ્ર, સૌથી ખુબસુરત વ્યક્તિ, સૌથી પ્રતિભાશાળી, સર્વશ્રેષ્છ ગાઈડ,એક અવો માણસ જેના મનમાં કોઈના પ્રત્યે નફરત નથી, માત્ર પ્રેમ છે, કરોડોમાં એક એવો મારો સૌથી સારો ભાઈ..! મારી જાન તારા જેવું કોઈ નથી. હું તને બહુ જ પ્રેમ કરું છું.'
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સોશિયલ મીડિયામાંં ભાઈબહેનના આ ફોટોને યુર્ઝસ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. આ સાથે નેહાના ફેન્સે પણ ટોની કક્કરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.